GT vs CSK: પ્રથમ વાર IPL માં ઉતર્યો ઈમ્પેક્ટ પ્લેયર, ધોનીએ ઝડપી બોલરને આપ્યો મોકો

|

Mar 31, 2023 | 11:34 PM

BCCI એ IPL 2023 ની આ સિઝનમાં નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેઈંગ ઈલેવનમાંથી કોઈ એક ખેલાડીને બદલીને બીજાને રમતમાં ઉતારી શકાય છે.

GT vs CSK: પ્રથમ વાર IPL માં ઉતર્યો ઈમ્પેક્ટ પ્લેયર, ધોનીએ ઝડપી બોલરને આપ્યો મોકો
Tushar Deshpande 1st substitute

Follow us on

IPL 2023 ની સિઝન શરુ થાય એ પહેલાથી જ નવા નિયમને લઈ ખૂબ ચર્ચા વર્તાઈ રહી હતી. ક્રિકેટના ચાહકોને નિયમોમાં ફેરફાર સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ વધુ શાનદાર થવાની આશા વર્તાઈ રહી છે. નવા નિયમો લાગુ થવાથી લીગનો રોમાંચ પહેલા કરતા વધારે જબરદસ્ત જોવા મળશે. BCCI એ ટૂર્નામેન્ટને વધારે રોમાંચક કરવા સાથે આ નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ નિયમોમાં ઈમ્પેક્ટ પ્લેયરને લઈ ખૂબ ચર્ચાઓ વર્તાઈ હતી. આ નિયમનો ઉપયોગ પ્રથમ મેચમાં જ ચેન્નાઈ એ કર્યો હતો. ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ઝડપી બોલર તુષાર દેશપાંડેને મેદાનમાં ઈમ્પેક્ટ પ્લેયરના રુપમાં ઉતાર્યો હતો.

BCCI એ આ નિયમને ફુટબોલમાં જેમ સબ્સ્ટિટ્યૂટ હોય છે એવો જ અહીં લાગુ કર્યો છે. આઈપીએલમાં આવુ પ્રથમ વાર જોવા મળ્યુ છે. જોકે ફુટબોલ કરતા અહીં ફરક થોડો આ નિયમમાં એટલો છે કે, અહીં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ કોઈ પણ મેચમાં કોઈ પણ એક જ ખેલાડી પર કરવામાં આવી શકે છે. નવા નિયમાનુસાર ટીમના કેપ્ટને અંતિમ ઈલેવન સાથે 5 અન્ય ખેલાડીઓના નામની યાદી આપવાની હોય છે. જે ખેલાડીઓ માંથી કોઈ પણ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનના ખેલાડીને મેદાનથી બહાર કરીને બદલી શકાય છે. આ નિયમ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે ઘરેલુ ક્રિકેટમાં ટી20 ટૂર્નામેન્ટમાં પ્રયોગ કર્યા બાદ અહીં લાગુ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃ IPL 2023: મોહમ્મદ શમીએ CSK ના ઓપનરના દાંડીયા ઉડાવી હાંસલ કર્યુ ખાસ મુકામ

ઝડપી બોલરને ચેન્નાઈએ ઉતાર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સે નવા નિયમનો ઉપયોગ સિઝનમાં પ્રથમ વાર કરતા ઝડપી બોલરને તક આપી હતી. ચેન્નાઈ એવી પ્રથમ ટીમ રહી છે કે, તેણે આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કર્યો છે. તો આ પ્લેયર તુષાર દેશપાંડે છે, જે હવે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આઈપીએલના નવા નિયમની શરુઆતને લઈ કાયમ માટે યાદ રહી જશે.

 

 

ગુજરાત ટાઈટન્સે સામે ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 179 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. બોલિંગ કરતી વખતે ગુજરાતને નવા નિયમ મુજબ ખેલાડીને મેદાનમાંથી બદલવાની જરુર જણાઈ નહોતી. પરંતુ જ્યારે ધોની ટીમને લઈ મેદાનમાં બોલિંગ કરવા માટે ઉતર્યો ત્યારે તેણે ટીમમાં ઝડપી બોલર તુષારને સ્થાન આપ્યુ હતુ. અંબાતી રાયડૂને ધોનીએ બહાર રાખીને તુષારને મોકો આપ્યો હતો.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 11:24 pm, Fri, 31 March 23

Next Article