IPL 2022: શરુઆતની મેચોમાં નહી જોવા મળે RCB નો આ વિસ્ફોટક બેટ્સમેન! આ ખાસ કારણથી મેદાનથી રહેશે દૂર

|

Feb 16, 2022 | 9:07 AM

માત્ર IPL 2022 જ નહીં, પરંતુ આ અનુભવી બેટ્સમેન તેની ટીમની સાથે પાકિસ્તાન (Pakistan) પ્રવાસ પર પણ જઈ શકશે નહીં, જે 24 વર્ષમાં ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પાકિસ્તાન પ્રવાસ છે.

IPL 2022: શરુઆતની મેચોમાં નહી જોવા મળે RCB નો આ વિસ્ફોટક બેટ્સમેન! આ ખાસ કારણથી મેદાનથી રહેશે દૂર
Glenn Maxwell ને બેંગ્લોરની ટીમની કેપ્ટનની જવાબદારી પણ મળી શકે છે

Follow us on

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મેક્સવેલ આવતા મહિને મેલબોર્નમાં ભારતીય મૂળની તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે. પોતાના લગ્નના કારણે મેક્સવેલ થોડા સમય માટે ક્રિકેટના મેદાનથી દૂર રહેશે અને તેની અસર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ (Australian Cricket Team) ના પાકિસ્તાન પ્રવાસ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સીઝનની શરૂઆતની મેચો પર પડશે. મેક્સવેલે પોતે મંગળવારે 15 ફેબ્રુઆરીએ આ વાતની પુષ્ટિ કરી હતી. મેક્સવેલ ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમનો મહત્વનો ભાગ છે, જ્યારે તે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એટલે કે RCB નો મહત્વનો ખેલાડી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ આ મહિનાના અંતમાં પાકિસ્તાનના પ્રવાસે જશે. 24 વર્ષ બાદ કોઈપણ ઓસ્ટ્રેલિયન ટીમનો આ પ્રથમ પાકિસ્તાની પ્રવાસ છે. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક પ્રવાસ માટે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ભારે ઉત્સુકતા છે. આવી સ્થિતિમાં દરેક ખેલાડી આ પ્રવાસનો ભાગ બનવા માંગે છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 ટેસ્ટ મેચ, ત્રણ ODI અને એક T20 મેચ રમાશે.

તારીખોમાં ફેરફારને કારણે પરિસ્થિતિઓ બદલાઇ

મેક્સવેલની ODI અને T20 સિરીઝ માટે પસંદગી થવાની હતી, પરંતુ બદલાયેલી પરિસ્થિતિને કારણે તે તેનો હિસ્સો નહીં બને. ફોક્સ સ્પોર્ટ સાથે વાત કરતા તેણે કહ્યું, “ખરેખર, જ્યારે મેં અગાઉ CA (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા) સાથે વાત કર્યા પછી લગ્નની તારીખ નક્કી કરી હતી. તે પછી બે અઠવાડિયાનો સમય હતો જેમાં હું તે કરી શક્યો હોત. પછી જ્યારે મેં તેની ગોઠવણ કરી ત્યારે હું ખુશ હતો કે હું કોઈ શ્રેણી ચૂકીશ નહીં. પછી ગયા વર્ષે કોન્ટ્રાક્ટ વાટાઘાટો દરમિયાન, તેમણે (CA) કહ્યું કે આ પાકિસ્તાન શ્રેણીની (તારીખ) છે અને મેં વિચાર્યું કે અમારી અગાઉની વાતચીત પછી બધું બદલાઈ ગયું છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

IPLની શરૂઆતમાં પણ ઉપલબ્ધ રહેવાને લઇ શંકા

માત્ર પાકિસ્તાન સિરીઝમાં જ નહીં પરંતુ IPLની શરૂઆતની મેચોમાં પણ તેના રમવા પર શંકા છે. આઈપીએલની નવી સિઝન માર્ચના અંતમાં અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે. મેક્સવેલને ગયા વર્ષે આરસીબીએ જાળવી રાખ્યો હતો અને તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે તેવી પણ શક્યતા છે. પરંતુ એવું લાગે છે કે આરસીબીએ શરૂઆતની મેચોમાં તેના વિના જ મેદાને ઉતરવુ પડશે. મેક્સવેલ ઉપરાંત ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ, માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓને પણ ODI અને T20 મેચોને કારણે IPLની શરૂઆતની મેચોમાંથી બહાર રહેવુ પડી શકે છે.

 

આ પણ વાંચોઃ IND vs WI 1st T20: ટીમ ઇન્ડિયાની નજર વિશ્વકપની તૈયારી પર, વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ આજે ટક્કર આપવા તૈયાર

આ પણ વાંચોઃ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ સરકાર સામે સોશિયલ મીડિયા પર પડતર પ્રશ્નોને લઈ ચલાવશે અભિયાન, 4 દિવસ ચાલશે અનોખી લડત

 

Published On - 9:01 am, Wed, 16 February 22

Next Article