ટીમ ઈન્ડિયા (Team India) ના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) એક હાથે સિક્સર ફટકારે છે. આ વાત આખી દુનિયા જાણે છે. સ્વીકારે છે. મેચ બાય મેચ તેમને આમ કરતા જુએ છે. પરંતુ, હજુ પણ ભારતના એક દિગ્ગજ ક્રિકેટર છે, જે તેની સાથે સહમત નથી. આ દિગ્ગજ અન્ય કોઈ નહીં પરંતુ ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) છે. ગંભીરે કહ્યું કે ઋષભ પંત તો ઠીક દુનિયાનો કોઈ પણ ક્રિકેટર એક હાથે સિક્સર મારી શકે નહીં. આ પાછળનું કારણ જણાવતા તેણે લોકોને આવી ચર્ચા કરવાનુ બંધ કરવાનું કહ્યું છે.
ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ઋષભ પંતે 13 બોલમાં 207.69ના સ્ટ્રાઈક રેટથી 27 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં 3 સિક્સ અને માત્ર 1 ફોર સામેલ હતી. પંતે આ તમામ છગ્ગા તેની પરિચિત શૈલીમાં એટલે કે એક હાથે ફટકાર્યા હતા. પરંતુ ગંભીરના મતે, તે ફક્ત એક હાથે છગ્ગા જેવું લાગે છે. પરંતુ આવું થતું નથી.
ગૌતમ ગંભીરે ભારત-અફઘાનિસ્તાન મેચ પછી એક સ્પોર્ટ્સ શોમાં કહ્યું, જો તમે ઋષભ પંતને સિક્સર મારતા જુઓ છો, તો જ્યાં સુધી તે શોટ છૂટે નહીં ત્યાં સુધી તે બેટથી પોતાનો હાથ છોડતો નથી. તેથી ઋષભ પંત એક હાથે સિક્સર મારે છે તે કહેવું ખોટું છે. પંત, દુનિયાનો કોઈ બેટ્સમેન એક હાથે સિક્સર મારી શકે નહીં.
T20 વર્લ્ડ કપ 2021માં પંતે અત્યાર સુધીમાં 4 સિક્સર ફટકારી છે અને ચારેય સિક્સર એક હાથે ફટકારી છે. એવું નથી કે તે આ સિક્સરો અચાનક ફટકારે છે, પરંતુ તે પહેલા તે નેટ્સમાં પ્રેક્ટિસ પણ કરે છે. અફઘાનિસ્તાન સામેની મેચમાં ઋષભ પંતે હાર્દિક પંડ્યા સાથે 21 બોલમાં 63 રનની અણનમ ભાગીદારી કરી હતી.
આ ભાગીદારીમાં હાર્દિક પંડ્યાનું યોગદાન 13 બોલમાં 35 રનનું હતું. પંડ્યાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા હતા. T20 વર્લ્ડ કપ 2021માં હાર્દિક પંડ્યા પ્રથમ વખત તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં ભારતે કુલ 210 રન બનાવ્યા હતા. પરંતુ, જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી. ભારતે આ મેચ 66 રને જીતી લીધી હતી.