બ્રાયન લારાએ રાશિદ ખાનની સરખામણીમાં આ ભારતીય બોલરના કર્યા ભરપેટ વખાણ

|

Apr 25, 2022 | 8:48 PM

Brain Lara : વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ કહ્યું કે રાશિદ ખાનની ઇકોનોમી સારી છે પણ વોશિંગ્ટન સુંદરની પાવરપ્લેમાં વિકેટ લેવાની ક્ષમતા વધુ સારી છે.

બ્રાયન લારાએ રાશિદ ખાનની સરખામણીમાં આ ભારતીય બોલરના કર્યા ભરપેટ વખાણ
Brian Lara and Rashid Khan

Follow us on

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના બેટિંગ કોચ અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારા (Brain Lara) એ રાશિદ ખાન (Rashid Khan) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે રાશિદ ખાન વિના પણ તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સારું પ્રદર્શન કરી રહી છે. વધુમાં કહ્યું કે મને રાશિદ ખાન માટે ખૂબ સન્માન છે. પરંતુ તે એવો બોલર નથી કે જે ઘણી વિકેટ લઈ શકે. હરીફ ટીમ રાશિદ ખાન સામે રક્ષણાત્મક વલણ અપનાવે છે. જેના કારણે તે વિકેટ લેવામાં સક્ષમ નથી. ઓવર દીઠ 5-6 રનની ઇકોનોમી શાનદાર છે. પરંતુ વોશિંગ્ટન સુંદર જેવા બોલરો પાસે પાવરપ્લે ઓવરમાં વિકેટ લેવાની ક્ષમતા વધારે છે.

વોશિંગટન સુંદર મેચ વિનર ખેલાડી છેઃ બ્રાયન લારા

બ્રાયન લારાએ કહ્યું કે વોશિંગ્ટન સુંદર મેચ વિનર ખેલાડી છે. જગદીશ સુચિત સુંદરના સ્થાને રમી રહ્યા છે. પરંતુ સુચિત એક મહાન ખેલાડી પણ છે. તેણે કહ્યું કે આ સિઝનમાં અમે સતત 4 ઝડપી બોલરો સાથે રમી રહ્યા છીએ. પરંતુ અમારી પાસે વિકેટ માટે શ્રેયસ ગોપાલ જેવા વિકલ્પો છે જે ઝડપી બોલરોને મદદ કરશે નહીં. શ્રેયસ ગોપાલના વખાણ કરતા લારાએ કહ્યું કે તે આઈપીએલમાં હેટ્રિક લેનારા બોલરોની યાદીમાં સામેલ છે. તેણે કહ્યું કે શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન સિવાય અમારી પાસે સારી બેન્ચ સ્ટ્રેન્થ પણ છે.

રાશિદ ખાન વગર પણ અમારી ટીમ સારુ પ્રદર્શન કરશેઃ લારા

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ બેટ્સમેન બ્રાયન લારાએ કહ્યું કે રાશિદ ખાનના આંકડા તે બતાવવા માટે પૂરતા છે કે તે કેટલો પ્રતિભાશાળી બોલર છે. લારાનું માનવું છે કે રાશિદ ખાન વિના પણ તેની ટીમ આ સિઝનમાં સારો દેખાવ કરશે. તેણે કહ્યું કે અમારી પાસે મેચ વિનરોનું સારું સંયોજન છે. સાથે જ તેણે કહ્યું કે રાશિદ ખાન એવો બોલર છે જેને વિપક્ષી ટીમ વિકેટ આપવા માંગતી નથી અને ધ્યાનથી રમવા માંગે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાશિદ ખાન IPL માં 100 વિકેટ લેનારો ચોથો બોલર બની ગયો છે. રાશિદ ખાન પહેલા ડીજે બ્રાબો, લસિથ મલિંગા અને સુનીલ નારાયણ આ કારનામું કરી ચૂક્યા છે. વર્ષ 2022 ના મેગા ઓક્શન પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમે રાશિદ ખાનને જાળવી રાખ્યો ન હતો. તે બાદ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ રાશિદ ખાનને તેની ટીમમાં 15 કરોડ રૂપિયામાં સામેલ કર્યો. ગુજરાત ટાઇટન્સ (GT) ની ટીમ અત્યાર સુધી 7 મેચમાં 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

આ પણ વાંચો : IPL 2022 : મુંબઈના શરમજનક પ્રદર્શન પર રોહિત શર્મા થયો ભાવુક, ટ્વીટ કરીને લખ્યું- હું ટીમને પ્રેમ કરું છું…

આ પણ વાંચો : IPL 2022 : CSKના કરોડપતિ ખેલાડીએ IPLને અધવચ્ચે જ છોડી દીધી, ઘરે જઈને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

Next Article