શ્રીલંકાના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને (Lahiru Thirimanne) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. લાહિરુએ શનિવારે પોતાની 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહ્યું. તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે દેશ માટે રમવું તેના માટે સન્માનની વાત છે. આ રમતે તેને ઘણું આપ્યું છે.
લાહિરુએ કહ્યું કે તેના માટે નિવૃત્તિનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો. એક ખેલાડી તરીકે તેણે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય લેવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ કયા કારણોથી નિવૃત્તિ લઈ રહ્યો છે તે વિશે અહીં કહી શકતો નથી.
લાહિરુની કારકિર્દીની વાત કરીએ તો, તેણે 2010માં ભારત સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 44 ટેસ્ટમાં 3 સદી અને 10 અડધી સદી સહિત 2088 રન બનાવ્યા છે, જ્યારે વનડેમાં 3194 રન બનાવ્યા છે જેમાં 4 વનડે અને 21 અડધી સદી ફટકારી છે, આ સિવાય 26 T20 મેચમાં 291 રન બનાવ્યા હતા.
લાહિરુએ 2011માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તેણે 2013માં ટેસ્ટમાં પ્રથમ સદી ફટકારી હતી. મેડન ટેસ્ટ સદી બાદ તે 7 વર્ષ 10 મહિના સુધી એકપણ સદી ફટકારી શક્યો ન હતો. 2021માં તેની બીજી ટેસ્ટ સદી તેના બેટમાંથી નીકળી હતી. લાહિરુ 2014માં T20 વર્લ્ડ કપ અને એશિયા કપ 2014 જીતનાર શ્રીલંકાની ટીમનો પણ ભાગ હતો. એશિયા કપમાં તે પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.
Lahiru Thirimanne retires from international cricket with an immediate effect. pic.twitter.com/jVDT1Diigg
— CricketMAN2 (@ImTanujSingh) July 22, 2023
લાહિરુએ 2014ની એશિયન ગેમ્સમાં શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ કરી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. વરસ 2019માં, જ્યારે શ્રીલંકાના નિયમિત ODI અને T20 કેપ્ટન સહિત 10 ખેલાડીઓએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈનકાર કર્યો, ત્યારે લાહિરુને કેપ્ટન તરીકે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો, જો કે શ્રીલંકા તે વનડે શ્રેણી 0-2થી હારી ગયું હતું.