
ક્રિકેટરને પોતાના ક્રિકેટ કરિયરમાં અનેક ઈજાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત આ બીમારી સામાન્ય હોય છે. તો ક્યારેક ગંભીર હોય છે. કેટલાક ખેલાડીઓ તો ઈજાને કારણે સંન્યાસ પણ લઈ લેતા હોય છે. આ તેમના માટે એક દુખ ઘટના હોય છે. પાકિસ્તાની ક્રિકેટમાંથી પણ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના એક હિંદુ ક્રિકેટરને પોતાના બંન્ને પગ ગુમાવવાનો વારો આવ્યો છે. મોહિંદર કુમાર નામના આ ક્રિકેટરે પાકિસ્તાન માટે ફર્સ્ટ ક્લાક અને લિસ્ટ એ ક્રિકેટ રમી હતી.
પાકિસ્તાન માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂકેલા પૂર્વ ક્રિકેટર અને કોચ મોહિંદર કુમારના બંન્ને પગ કાપવામાં આવ્યા છે. આની પાછળનું કારણ પણ ખુબ દર્દનાક છે. પૂર્વ ક્રિકેટરને ડાયાબિટીસ હતી. જેના કારણે તેના પગમાં ઈન્ફેક્શન થયું હતુ. આ ઈન્ફેક્શન એટલું વધી ગયું હતુ કે, તેને ખુબ ખતરો હતો અને ડોક્ટરની પાસે પગ કપાવવા સિવાય અન્ય કોઈ બીજો વિકલ્પ ન હતો. તેના બંન્ને પગ કાપવા પડ્યા છે.
મોહિંદર કુમાર એક પાકિસ્તાની હિન્દુ ક્રિકેટર છે. જેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની એક સારી છાપ છોડી છે. પાકિસ્તાનની નેશનલ ટીમ માટે રમી શક્યો નથી. પોતાના ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યા બાદ તે કોચ બની યુવા ક્રિકેટરને ટ્રેનિંગ આપવાની શરુ કરી હતી. તેમણે અનેક યુવા ક્રિકેટરને માર્ગદર્શન આફ્યું છે.
ક્રિકેટર મોહિંદર કુ્મારે 1976 થી 1994 સુધી પાકિસ્તાન માટે ડોમેસ્ટ્રિક ક્રિકેટ રમી છે. તેમણે 65 ફર્સ્ટ કલાસ મેચ અને લિસ્ટ એની 53 મેચ રમી છે. તે એક ફાસ્ટ બોલર હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 187 વિકેટ લીધી છે. જેમાં 10 વખત 5થી વધારે વિકેટ લીધી છે. 4 વખત તેમણે 10 વિકેટ લીધી છે. પરંતુ પાકિસ્તાનની ટીમમાં સ્થાન બનાવવું ખુબ મુશ્કેલ હતુ અને તેની પાછળ એક કારણ હિંદુ હોવુંપણ હતુ. લિસ્ટ એ મેચમાં તેના નામે 64 વિકેટ છે.
65 વર્ષીય મોહિન્દરે ઘણા મોટા ખેલાડીઓને તાલીમ આપી હતી. જેમાં મોહમ્મદ સામી, દાનિશ કનેરિયા, તનવીર અહેમદ, સોહેલ ખાન જેવા ક્રિકેટરોનો સમાવેશ થાય છે.