ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. પોલીસે તેમની પુછપરછ કરી છે. તુષાર અરોઠેની આ વખતે પુછપરછ તેના ઘરેથી થઈ અને પૈસા ભરેલી બેગો મળી આવી છે. પોલીસે વડોદરાના પટપડગંજ વિસ્તારમાં આવેલા તુષારના ઘરેથી એક કરોડ રુપિયા મળ્યા છે. આ પૈસા ક્યાંથી આવ્યા, આનો સોર્સ શું છે, આ સવાલોનો પૂર્વ ભારતીય કોચ પાસેથી કોઈ જવાબ મળ્યો નથી.
વડોદરા પોલીસે આ મામલે પ્રેસ રિલીઝ કરી જણાવ્યું કે, તેમણે અરોઠેને આ પૈસાને લઈ કોઈ જવાબ મળ્યો નથી. જેનાથી તે સંતુષ્ટ થઈ શકે, પોલીસે જણાવ્યું કે, તેમણે ઘરે દરોડો પાડતા એક બેગ મળી આવ્યું છે જેમાં કુલ રકમ 1.01 કરોડ હતી.
Gujarat: Former Indian Women Cricket Team Coach Tushar Arothe(pic 1) arrested in Vadodara in connection with IPL betting.JS Jadeja(pic 2),DCP Crime Branch,says,“We arrested Tushar Arothe along with 18 other persons during a raid at a cafe. Their phones&vehicles have been seized.” pic.twitter.com/YrC7bBT9G5
— ANI (@ANI) April 2, 2019
આ કોઈ પહેલી વખત નથી જ્યારે તુષાર અરોઠેનો પોલીસ સામે સામનો થયો હોય. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ અને પૂર્વ રણજી ખેલાડી રહી ચૂકેલા અરોઠે આ પહેલા આઈપીએલમાં ફિક્સિંગ કરવાને લઈ પોલીસના હાથે આવી ચૂક્યો છે. આઈપીએલ 2019 દરમિયાન એક કૈફેમાં રેડ પાડી ગુજરાત પોલીસે જ્યારે 19 લોકોની ધરપકડ કરી તો તેમાં એક અરોઠે પણ હતી. અરોઠેના ફોન અને ગાડી પણ ઝપ્ત કરી લેવામાં આવી હતી.
તુષાર અરોઠે ભારતીય મહિલા ટીમના કોચ પણ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2018માં અંગત કારણોસર રાજીનામું આપ્યું હતુ. જેને બીસીસીઆઈએ સ્વીકારી લીધું હતુ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જ્યારે આઈસીસી 2017 વર્લ્ડકપની ફાઈનલમાં પહોચી તો તેના કોચ તુષાર અરોઠે હતા.
આ પણ વાંચો : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે હોમ ગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ મેચમાં મેળવી યાદગાર જીત