પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે કહ્યું- IPL ના પૈસાએ મારા અને માઈકલ ક્લાર્ક વચ્ચેના સંબંધો ખરાબ કર્યા

|

Apr 24, 2022 | 10:05 PM

Cricket Australia : 'ધ બ્રેટ લી પોડકાસ્ટ શો'માં પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે કહ્યું કે આઈપીએલના પૈસાએ માઈકલ ક્લાર્ક સાથે તેની મિત્રતા બગાડી.

પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે કહ્યું- IPL ના પૈસાએ મારા અને માઈકલ ક્લાર્ક વચ્ચેના સંબંધો ખરાબ કર્યા
Andrew Symonds and Michael Clarke (PC: Fox Sports)

Follow us on

એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ (Cricket Australia) ટીમમાં ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds) અને માઈકલ ક્લાર્ક (Michael Clarke) ની જોડી મજબૂત હતી. પરંતુ સમયની સાથે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ. વાસ્તવમાં, ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં હતો ત્યારે માઈકલ ક્લાર્ક ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યો હતો. એવું કહેવાય છે કે એન્ડ્ર્યુ સાયમન્ડ્સને તત્કાલીન કાંગારૂ કેપ્ટન ક્લાર્કે ટીમ મીટિંગમાંથી બહાર નીકળવા બદલ ડ્રોપ કરી દીધો હતો. 2015 માં ઓલરાઉન્ડર સાયમન્ડ્સ દ્વારા ક્લાર્કની આકરી ટીકા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાનીએ આરોપ લગાવ્યો હતો કે આ ક્રિકેટર 2008 માં વનડે સિરીઝ રમ્યા પહેલા નશામાં હતો. આ વિવાદ બાદ બંને કાંગારુ ખેલાડી પછી મિત્રતા રહી ન હતી.

સાયમન્ડ્સ માટે કોઈ પર પથ્થર ફેંકવો એ કોઈ મોટી વાત નથીઃ માઈકલ ક્લાર્ક

2015 માં, માઈકલ ક્લાર્કે એશિઝ ડાયરીમાં લખ્યું હતું કે એન્ડ્ર્યુ સાયમન્ડ્સ ટીવી પર મારા નેતૃત્વની ટીકા કરવા ગયો હતો. હું દિલગીર છું, પરંતુ તે નેતૃત્વના આધારે નિર્ણય લેનાર વ્યક્તિ નથી. ક્લાર્કે વધુમાં કહ્યું કે આ (સાયમન્ડ્સ) એવો માણસ છે જે પોતાના દેશ માટે રમવા માટે નશામાં રહેતો હતો. કોઈ પર પથ્થર ફેંકવો તેના માટે કોઈ મોટી વાત નથી. હવે, ધ બ્રેટ લી પોડકાસ્ટ પર બોલતા, સાયમન્ડ્સે તેના પૂર્વ સુકાની પર આકરા પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે IPL માં સારો પગાર મેળવ્યા બાદ તેમની મિત્રતામાં તિરાડ પડી હતી. નોંધનીય છે કે 2008 માં સાયમન્ડ્સ સૌથી મોંઘા વિદેશી ખેલાડી હતો. પ્રથમ સિઝનમાં ડેક્કન ચાર્જર્સે સાયમન્ડ્સને રૂ. 5.4 કરોડમાં ખરીદ્યો હતો.

મેં હંમેશા માઈકલ ક્લાર્કનું ધ્યાન રાખ્યું: એન્ડ્ર્યુ સાયમન્ડ્સ

સાયમન્ડ્સે કહ્યું કે અમારી મિત્રતા સારી હતી. જ્યારે તે (ક્લાર્ક) ટીમમાં આવ્યો ત્યારે હું તેની સાથે ઘણી બેટિંગ કરતો હતો. જ્યારે તે ટીમમાં આવ્યો ત્યારે મેં તેનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું. સાયમન્ડ્સે વધુમાં કહ્યું કે મને લાગે છે કે પૈસા મજાની વસ્તુઓ બનાવે છે. તે સારી વાત છે, પરંતુ તે ઝેર બની શકે છે. તેણે અમારા સંબંધોને બગાડ્યા. તે જ સમયે, તેણે આગળ કહ્યું કે અમારી મિત્રતા હવે રહી નથી અને હું તેનાથી કમ્ફર્ટેબલ છું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પણ વાંચો : Mumbai Indians 1083 દિવસ પછી વાનખેડેમાં રમવા ઉતરી, સચિન તેંડુલકરના જન્મદિવસે વિજય સાથે ઉજવણી કરવાનો ઇરાદો

આ પણ વાંચો : IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Published On - 9:52 pm, Sun, 24 April 22

Next Article