IND vs AUS : ટીમ ઈન્ડિયાનું ‘ડ્રેસિંગ રૂમ રહસ્ય’ લીક થતા આ ભારતીય દિગ્ગજને આવ્યો ગુસ્સો

|

Jan 01, 2025 | 8:31 PM

મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં પોતાના ખેલાડીઓ પર ગુસ્સે થયા હતા. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગરબડના સમાચારને લઈ ગુસ્સે છે. ટીમ ઈન્ડિયા વિશેની વાતો બહાર આવતા તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

IND vs AUS : ટીમ ઈન્ડિયાનું  ડ્રેસિંગ રૂમ રહસ્ય લીક થતા આ ભારતીય દિગ્ગજને આવ્યો ગુસ્સો
Dressing room controversy
Image Credit source: PTI

Follow us on

મેલબોર્ન ટેસ્ટમાં શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. શ્રેણીમાં 1-2થી પાછળ રહ્યા બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ભારતીય ખેલાડીઓને કડક સૂચના આપી હતી. એવા અહેવાલો હતા કે ઘણા ખેલાડીઓ કોચ અને મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરતા જોવા મળ્યા ન હતા. આ પછી ગંભીરે ડ્રેસિંગ રૂમમાં કડક વલણ અપનાવ્યું અને કહ્યું, ‘બહુ થયું’. જેના કારણે વાતાવરણ વધુ વણસી ગયું હતું. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની અંદરની આ વાતો બહાર આવી તો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ અને વૂરકેરી રમન ગુસ્સે થઈ ગયા. ઈરફાને ખાલી કહ્યું કે ડ્રેસિંગ રૂમની બાબતો ક્યારેય બહાર ન આવવી જોઈએ.

ઈરફાન પઠાણને આવ્યો ગુસ્સો

શ્રીવત્સ ગોસ્વામી, જે ભારતની અંડર-19 વર્લ્ડ કપ વિજેતા (2008) ટીમના સભ્ય હતા, તેમણે X હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, ‘ડ્રેસિંગ રૂમની ચેટ મીડિયામાં કેવી રીતે લીક થઈ? આ બિલકુલ યોગ્ય નથી. આ વાત પર ઈરફાન પઠાણ પણ ગુસ્સે થઈ ગયો. ઈરફાને લખ્યું, ‘ડ્રેસિંગ રૂમમાં શું થાય છે, ડ્રેસિંગ રૂમમાં જ રહેવું જોઈએ’.

અમદાવાદના 5 સૌથી અમીર વ્યક્તિઓનું લિસ્ટ, અહીં જાણો નામ
ભારતનું અનોખુ રેલવે, 28 અક્ષરનું છે નામ, જાણો વિશેષતા
Astrology : શનિનું નક્ષત્ર પરિવર્તન થયું, હવે આ રાશિના જાતકો 1 વર્ષ ધ્યાન રાખજો
TMKOC : 'તારક મહેતા' શોમાં પરત ફરશે દિશા વાકાણી ? અસિત મોદીએ કર્યો ખુલાસો
પંખો ધીમો રાખો તો લાઇટ બિલ ઓછું આવે ? જાણો શું છે હકીકત
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ

વુરકેરી રમને પણ નારાજગી વ્યક્ત કરી

પૂર્વ ક્રિકેટર વુરકેરી રમન પણ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમની વાતો મીડિયાની હેડલાઈન્સનો ભાગ બનવાથી ખુશ નથી. પરંતુ આ મામલે વધુ વાત કર્યા વિના તેણે ટીમ ઈન્ડિયાને આગામી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. રમને કહ્યું, ‘ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ ડ્રો કરવાની તક છે. તેથી ખેલાડીઓએ તેમના કામ પર ધ્યાન આપવું જોઈએ. ડ્રેસિંગ રૂમની વાતો લીક કરીને આગ લગાડવાનો આ સમય નથી.

 

ગંભીરનું કોચિંગ પણ નિશાના પર

ભારતે T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમના મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. ત્યારપછીના છ મહિનામાં ગંભીરના કોચિંગ હેઠળની ભારતીય ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. પહેલા ભારતને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ભારતીય ટીમ પણ ઘરઆંગણે પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી હારી હતી. જ્યારે વર્તમાન બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. આવી સ્થિતિમાં ગંભીરના કોચિંગ પર સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: Video: અનુષ્કા શર્મા સાથે રસ્તા પર ફર્યો, ફેન્સને મળી ઓટોગ્રાફ આપ્યા, આ રીતે વિરાટ કોહલીએ ઉજવ્યું નવું વર્ષ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article