ભારત બાદ પાકિસ્તાન (Pakistan) ઓસ્ટ્રેલિયા સામે પણ હારી ગયું હતું. જ્યારે પાકિસ્તાન ભારત સામે હાર્યું, ત્યારે તેમણે એવા બહાના કાઢ્યા કે ટીમ ઈન્ડિયા (Team India) સામે તેમને દર્શકોનું સમર્થન ના મળ્યું અને સ્ટેડિયમમાં તેમનું થીમ સોંગ પણ ન વગાડ્યું એટલે તેઓ હારી ગયા. બેંગલુરુ (Bengaluru) માં આ બધુ મળ્યું છતાં પાકિસ્તાન હાર્યું.
હવે સવાલ એ છે કે ભારત સામેની હાર બાદ પાકિસ્તાને એક મજેદાર બહાનું કાઢ્યું. પાકિસ્તાન ટીમના ટીમના ડિરેક્ટર મિકી આર્થર દ્વારા BCCI અને ICC પર પ્રહાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ ICC ઇવેન્ટ જેવું ઓછું અને BCCI ઇવેન્ટ જેવું લાગતું હતું. તેણે પોતાની નારાજગી એ પણ વ્યક્ત કરી કે સ્ટેડિયમમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું થીમ સોંગ ‘દિલ-દિલ પાકિસ્તાન’ પણ વગાડવામાં ન આવ્યું.
Match Summary
Pakistan fall short by 62 runs in Bengaluru.We take on Afghanistan next on Monday.#AUSvPAK | #DattKePakistani pic.twitter.com/v4Cnre6y1E
— Pakistan Cricket (@TheRealPCB) October 20, 2023
પરંતુ, ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પાકિસ્તાન માટે બહાનું કાઢવાની કોઈ તક બચી નથી. તે એટલા માટે કારણ કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં તે બધું હતું જેનાથી પાકિસ્તાનને લાગતું હતું કે તેઓ મેચ જીતી શકે છે, બહાર્ટ સામેની મેચમાં તેમને જેની કમી હતી એ બધુ ટીમેને મળ્યું,
પાકિસ્તાન ટીમના સમર્થનમાં સ્ટેડિયમમાં દર્શકો હાજર હતા અને તેમના માટે નારા લગાવી રહ્યા હતા, આ સિવાય ભારત સામેની મેચમાં જેને લઈ સૌથી મોટો વાંધો હતો એ ‘દિલ-દિલ પાકિસ્તાન’ ગીત પણ અહીં વગાડવામાં આવ્યું હતું. પણ, આનથી શું થયું? પરિણામ તો એ જ રહ્યું. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે પણ હારી ગયું હતું. દબાણ હેઠળ રમ્યું અને મોટી ટીમો સામે હારવાની તેમની નબળાઈ ફરી એકવાર છાતી થઈ.
Aaj toh Dil Dil Pakistan bhi baja diya tha #AUSvsPAK #CWC2023 pic.twitter.com/l4yaPMgMMY
— Rachit (@rachit_vk) October 20, 2023
આ પણ વાંચો : SL vs NED : નેધરલેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, શ્રીલંકાએ બે ફેરફાર કર્યા
સવાલ એ છે કે શું પાકિસ્તાન આ રીતે વર્લ્ડ કપ જીતશે? પાકિસ્તાની ટીમે માત્ર એટલું સમજવાનું છે કે બહારથી સમર્થન મળે કે ના મળે તેમણે મેદાન પર જ રમવાનું છે. ‘દિલ-દિલ પાકિસ્તાન’ વાગ્યું કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વધુ 50 ઓવર સારી ક્રિકેટ રમવું વધુ સારું છે. જો અમે આ કરશો તો જ તમે ટૂર્નામેન્ટમાં પ્રગતિ કરશો, નહીં તો અમે સેમિફાઇનલ સુધી પણ પહોંચી શકશો નહીં.
Published On - 12:08 pm, Sat, 21 October 23