ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (ENGvWI) વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં જો રૂટની (Joe Root) સદી અને ડેનિયલ લોરેન્સ (Daniel Lawrence) ની ઈનિંગ્સે સારી શરૂઆત કરી હતી. બીજી મેચના પહેલા દિવસે વેસ્ટ ઈન્ડિઝના બોલરો વિકેટ લેવા માટે ખૂબ પરસેવો પાડતા જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ એન્ટિગુઆમાં રમાઈ હતી. જે ડ્રોમાં પરિણમી હતી. હવે બીજી ટેસ્ટ બાર્બાડોસમાં રમાઈ રહી છે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ ગ્રેનાડામાં રમાશે.
બાર્બાડોસમાં રમાઈ રહેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં ટોસ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. ટોસ જીતીને જો રૂટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી અને ટીમને ચોથી ઓવરમાં જ પહેલો ફટકો લાગ્યો હતો. જો કે, આ પછી જો રૂટે પહેલા લીગ અને પછી ડેનિયલ લોરેન્સ સાથે ઇનિંગ સંભાળી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 244 રન બનાવ્યા હતા.
દિવસની શરૂઆતમાં, વેસ્ટ ઈન્ડિઝના જેડને ઓપનિંગ બેટ્સમેન જેક ક્રોલીને આઉટ કર્યો. ત્યાર બાદ જો રૂટ બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પહેલા એલેક્સ લીસ સાથે 76 રનની ભાગીદારી કરી હતી. એલેક્સ લીસ પેરમાઉલના બોલ પર એલબીડબલ્યુ બન્યો હતો. તેણે 138 બોલનો સામનો કર્યો અને 30 રન બનાવ્યા. લોરેન્સે 150 બોલમાં 91 રન બનાવ્યા અને કાર્લોસ બ્રેથવેટના બોલ પર જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ થયો. તેના આઉટ થતાની સાથે જ દિવસની રમત પણ સમાપ્ત થઈ ગઈ હતી.
An incredible reception 👏
For our incredible leader 🙌
Scorecard: https://t.co/d2gy5BUkWH
🏝 #WIvENG 🏴 | @Root66 pic.twitter.com/eCLdTVXba2
— England Cricket (@englandcricket) March 16, 2022
જો રૂટ અત્યારે શાનદાર ફોર્મમાં છે. વર્ષ 2021 ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં તેણે 2000 થી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 8 સદી પણ ફટકારી છે. જો રૂટે ઘણી વખત એકલા હાથે ટીમને મુશ્કેલ પરિસ્થિતીમાંથી બહાર કાઢ્યા છે.
આ પહેલા જો રૂટે અંતિમ ક્ષણોમાં ટીમમાં ફેરફાર કરવા પડ્યા હતા. સવારે ફાસ્ટ બોલર મેથ્યુ ફિશરને ક્રેગ ઓવરટનની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી. ફાસ્ટ બોલર સાકિબ મહમૂદને ડેબ્યૂ કરવા માટે પહેલેથી જ પસંદ કરવામાં આવ્યો હતો. 2009 પછી તે પ્રથમ વખત બન્યું છે કે ઇંગ્લેન્ડના બે ફાસ્ટ બોલર એકસાથે ડેબ્યૂ કરી રહ્યાં છે. આ પહેલા ટિમ બ્રેસનન અને ગ્રેહામ ઓનિયન્સને એક સાથે ઇંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી.
આ પણ વાંચો : PAK vs AUS: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર બગડ્યો શોએબ અખ્તર, કહ્યું ઓસ્ટ્રેલિયાને થકાવવાનું નહીં પણ હરાવવાનું હતું
આ પણ વાંચો : મારિયા શારાપોવા અને માઈકલ શુમાકર વિરુદ્ધ પોલીસે ગુરુગ્રામમાં નોંધ્યો કેસ, જાણો શું છે મામલો