ENG vs NED: જેસય રોયની સદીની મદદ વડે ઈંગ્લેન્ડનો વિજય, વન ડે સિરીઝમાં નેધરલેન્ડને ક્લીન સ્વીપ કરી દીધુ

|

Jun 22, 2022 | 11:03 PM

નેધરલેન્ડે ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને જીત અને ક્લીન સ્વીપ માટે 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઈંગ્લેન્ડે આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો

ENG vs NED: જેસય રોયની સદીની મદદ વડે ઈંગ્લેન્ડનો વિજય, વન ડે સિરીઝમાં નેધરલેન્ડને ક્લીન સ્વીપ કરી દીધુ
ઇંગ્લેન્ડે ક્લીન સ્વીપ કરી લીધુ

Follow us on

જેસન રોય (Jason Roy) અને જોસ બટલર (Jos Buttler) ની શાનદાર ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે નેધરલેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વનડે 8 વિકેટે જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે 3-0થી શ્રેણી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 244 રન બનાવ્યા હતા. ટીમ પાંચ બોલમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ (England Cricket Team) એ આ લક્ષ્ય માત્ર 30.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું હતું. નેધરલેન્ડે ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને જીત અને ક્લીન સ્વીપ માટે 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલા થી જ ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધેલી હતી. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 72 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેણે રવિવારે બીજી વનડે માં 78 રનની ઇનિંગ રમી હતી. મેક્સ ઓડ (50) અને બાસ ડી લીડે (56)એ પણ અડધી સદી ફટકારી હતી.

ઇંગ્લેન્ડે ગયા અઠવાડિયે પ્રથમ વનડેમાં પોતાની જીત દરમિયાન ચાર વિકેટે 498 રનની ઇનિંગ્સ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ડેવિડ વિલીએ 8.2 ઓવરમાં 36 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જેમાં પોલ વેન મીકેરેનની છેલ્લી વિકેટનો સમાવેશ થાય છે. નેધરલેન્ડની ટીમ નિર્ધારિત 50 ઓવરના ચાર બોલ પહેલા આઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું

ઈંગ્લેન્ડે 30.1 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવ્યા હતા. ઈજાગ્રસ્ત ઈયોન મોર્ગનનું સ્થાન લઈ રહેલા બટલરે પોતાની ઈનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. લક્ષ્યનો પીછો કરતા ઈંગ્લેન્ડે ફિલ સોલ્ટ (49 રન) અને ડેવિડ મલાનની વિકેટ ત્રણ બોલમાં ગુમાવી દીધી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પરંતુ રોય અને બટલરે 125 બોલમાં 163 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને આસાન જીત અપાવી હતી. ઈંગ્લેન્ડે 30.1 ઓવરમાં બે વિકેટે 248 રન બનાવ્યા હતા. ઈજાગ્રસ્ત ઈયોન મોર્ગનનું સ્થાન લઈ રહેલા બટલરે પોતાની ઈનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડે ગયા અઠવાડિયે પ્રથમ વનડેમાં પોતાની જીત દરમિયાન ચાર વિકેટે 498 રનની ઇનિંગ્સ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

બટલરે મોર્ગનની જગ્યાએ કેપ્ટન બનાવ્યો.

ઇંગ્લેન્ડનો કેપ્ટન ઇયોન મોર્ગન ગ્રોઈનની ઇજાને કારણે ત્રીજી વનડે રમી શક્યો ન હતો. જોસ બટલરના સ્થાને મોર્ગનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મોર્ગન છેલ્લી બે મેચોમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો, જેના કારણે ઈંગ્લેન્ડના ODI કેપ્ટન તરીકે તેના ભવિષ્ય પર સવાલો ઉભા થયા હતા.

Published On - 10:47 pm, Wed, 22 June 22

Next Article