
એજબેસ્ટન પછી, ટીમ ઈન્ડિયા લોર્ડ્સ ટેસ્ટમાં પણ ઈતિહાસ રચવાની નજીક છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં વધુ એક સફળતાની વાર્તા લખવાની છે. જો ગિલ અને કંપની લોર્ડ્સ પર ત્રિરંગો ફરકાવશે તો તે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કોચિંગ કારકિર્દી માટે પણ મોટી વાત હશે. જોકે, આ થાય તે પહેલા, ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં, ગંભીર લોર્ડ્સની બાલ્કનીમાં બેસીને અપશબ્દો બોલતો જોવા મળે છે. હવે પ્રશ્ન એ છે કે, તે કોને અપશબ્દો કહી રહ્યો છે?
ગૌતમ ગંભીરનો વાયરલ થઈ રહેલો વીડિયો લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસનો છે. એટલે કે જ્યારે ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગ રમી રહ્યું હતું અને ટીમ ઈન્ડિયા ફિલ્ડિંગ કરી રહી હતી, ત્યારનો આ વીડિયો છે. વીડિયોમાં ચહેરાના હાવભાવ જોઈને સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે ગૌતમ ગંભીરે શું કહ્યું હતું? તેણે લાઈવ મેચમાં અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
Finally Got that Clippic.twitter.com/4LztNZro44
— ²³ (@GoatGambhir97) July 13, 2025
હવે પ્રશ્ન એ છે કે વાયરલ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ કોને ગાળો આપી રહ્યો છે? તે કોના પર આટલો ગુસ્સે છે? આ પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ ફૂટેજ જોઈને એવું લાગે છે કે ગંભીર પોતાના જ ખેલાડીઓ પર ગુસ્સે થઈ રહ્યો છે. કદાચ તે ટીમ ઈન્ડિયાની ફિલ્ડ પ્લેસમેન્ટથી ખુશ ન હતો.
લોર્ડ્સ ટેસ્ટની વાત કરીએ તો, ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 58 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયાને પાંચમા દિવસે જીતવા માટે 135 વધુ રન બનાવવા પડશે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં ભારતે પાંચમા દિવસે વધુ 4 વિકેટ ગુમાવી દીધી છે અને ભારતને જીત માટે વધુ 80 રનની જરુર છે. ભારત લોર્ડ્સ ટેસ્ટમાં હારની નજીક પહોંચી ગયું છે.
આ પણ વાંચો: Breaking News : લોર્ડ્સ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને મળી મોટી સજા, ICCએ ફટકાર્યો દંડ