IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ ભાવુક થયો જાડેજા, કહ્યું- આ હાર ભૂલવી સરળ નથી

લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજા અંત સુધી અણનમ રહ્યો પણ ટીમ મેચ હારી ગઈ. દરેક વ્યક્તિ તેની ઈનિંગને સલામ કરી રહી છે પરંતુ અજય જાડેજા માને છે કે આ હાર ટીમ ઈન્ડિયાને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડશે.

IND vs ENG : લોર્ડ્સમાં હાર બાદ ભાવુક થયો જાડેજા, કહ્યું- આ હાર ભૂલવી સરળ નથી
Ravindra Jadeja
Image Credit source: X
| Updated on: Jul 15, 2025 | 5:57 PM

ટીમ ઈન્ડિયા લોર્ડ્સ ટેસ્ટ જીતવાની નજીક હતી પણ અંતે 22 રનથી હારી ગઈ. ટીમ ઈન્ડિયાની આ હાર પર રવીન્દ્ર જાડેજા સૌથી વધુ નિરાશ થશે જે બીજી ઈનિંગમાં અંત સુધી અણનમ રહ્યો અને 181 બોલમાં 61 રનની ઈનિંગ રમી. તેને અન્ય ખેલાડીઓનો ટેકો મળ્યો ન હતો. આ હાર પછી અજય જાડેજાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. અજય જાડેજાએ કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે આ હાર ભૂલી જવી સરળ રહેશે નહીં. ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ નિરાશાજનક વાતાવરણ હશે.

લોર્ડ્સમાં હાર બાદ જાડેજાએ શું કહ્યું?

લોર્ડ્સમાં ભારતની હાર બાદ અજય જાડેજાએ સોની સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું, ‘જ્યારે તમે સારું રમો છો અને વિજયની આટલી નજીક આવી હારો છો, ત્યારે તમે નિરાશ થશો જ. રવીન્દ્ર કરતા વધુ નિરાશ કોઈ નહીં હોય. ઘણું ખોટું થયું. શું ખોટું થયું, શું ન થયું, આ બધું મહત્વનું છે.

હારને સહન કરવું સરળ નથી

અજય જાડેજાએ વધુમાં કહ્યું, ખેલાડીઓએ સખત મહેનત કરી, આ પ્રવાસ માટે તૈયારી કરી, રણનીતિ બનાવી અને પછી જ્યારે તમે આટલા નજીક આવી હારો છો, ત્યારે તેને સહન કરવું સરળ નથી. તમે ગમે તેટલું સમજાવવાનો પ્રયાસ કરો, દુઃખ તો રહેશે જ.

 

193 રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શક્યું ભારત

લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીતવા 193 રનનો ટાર્ગેટ હતો. જયસ્વાલ, ગિલ, પંત, જાડેજા અને રાહુલના ફોર્મને જોતા એવું લાગતું હતું કે આ મેચ સરળતાથી જીતી શકાય એમ છે પરંતુ થયું ઊલટું. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી. ખાસ કરીને આર્ચર અને સ્ટોક્સની લાઈન લેન્થથી ટીમ ઈન્ડિયાને મુશ્કેલી પડી.

ટીમ ઈન્ડિયા 22 રનથી મેચ હાર્યું

ચોથા દિવસે જ ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી અને પછી પાંચમા દિવસે લંચ પહેલા પંત, રાહુલ, સુંદર આઉટ થઈ ગયા. જાડેજા, રેડ્ડી, બુમરાહ અને સિરાજે ચોક્કસપણે પ્રયાસ કર્યો પરંતુ અંતે ટીમ ઈન્ડિયા 22 રનથી મેચ હારી ગઈ.

આ પણ વાંચો: IND vs ENG : લોર્ડ્સ ટેસ્ટ પછી મોટો ફેરફાર, 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં આ ખેલાડીનું કમબેક

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો