ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચની આખી દુનિયા રાહ જોઈ રહી છે. આ એવી મેચ છે જે સૌથી વધુ જોવામાં આવે છે. ફરી એકવાર આ બંને ટીમો આમને-સામને થવા જઈ રહી છે. અત્યારે એશિયામાં ઇમર્જિંગ એશિયા કપ (Emerging Asia Cup) રમાઈ રહ્યો છે, જેમાં બુધવારે ભારત-A પાકિસ્તાન-A સામે ટકરાશે. આ મેચમાં બંને ટીમો પોતાનું સર્વસ્વ આપશે. ભારત અને પાકિસ્તાન બંને કોઈ પણ સંજોગોમાં આ મેચ ગુમાવવા માંગતા નથી.
ટીમ ઈન્ડિયા આ મેચમાં 2019માં મળેલી હારનો બદલો લેવા ઈચ્છશે. વર્ષ 2019માં રમાયેલા ઇમર્જિંગ એશિયા કપની સેમિફાઇનલમાં ભારત-A અને પાકિસ્તાન-A આમને-સામને હતા, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા આ વખતે તે હારનો બદલો લેવા માંગશે.
Captain Yash Dhull achieves a jaw-dropping feat, scoring a brilliant 108* in just 84 balls, overpowering the bowlers of UAE ‘A’, and leading his team to a victorious chase.#ACCMensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/Uorg9rkuEI
— AsianCricketCouncil (@ACCMedia1) July 14, 2023
ઇમર્જિંગ એશિયા કપ-2023ની વાત કરીએ તો, ભારત અને પાકિસ્તાન બંને આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. જ્યારે ભારતે UAE અને નેપાળને હરાવ્યું છે, તો પાકિસ્તાન-A એ પણ આ બંને ટીમોને હરાવી છે.
અત્યાર સુધી રમાયેલી બે મેચ બાદ ભારત તરફથી કેપ્ટન યશ ધુલે સૌથી વધુ રન બનાવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી કામરાન ગુલામે ટીમ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 94 રન બનાવ્યા છે.
Qasim Akram’s exceptional bowling display blew the opposition away as he claimed an astonishing 6-wicket haul in his quota of 10 overs, leading Pakistan ‘A’ to a resounding victory. #ACCMensEmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/wYRzrrjr7T
— AsianCricketCouncil (@ACCMedia1) July 17, 2023
બીજી તરફ ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં હર્ષિત રાણાએ સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે બે મેચમાં ચાર વિકેટ લીધી છે. કાસિમ અકરમે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન તરફથી અત્યાર સુધી સૌથી વધુ છ વિકેટ લીધી છે.
ઇમર્જિંગ એશિયા કપ વર્ષ 2013માં શરૂ થયો હતો અને પહેલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. જ્યારે પાકિસ્તાને 2019માં આ ટુર્નામેન્ટ જીતી હતી. એટલે કે બંને ટીમો આ ટુર્નામેન્ટ 1-1 વખત જીતી છે.
The big match in the Emerging Asia Cup on Wednesday.
India A Vs Pakistan A. pic.twitter.com/iLq3KnTnik
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 17, 2023
ક્રિકેટ ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત-A અને પાકિસ્તાન-Aની આ મેચ જોઈ શકશે, સાથે જ ફેનકોડ એપ પર ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
Published On - 7:18 pm, Tue, 18 July 23