WTC FINAL 2023: ઈંગ્લેન્ડના ઓવલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના બોલર્સ ડ્યૂક બોલથી તરખાટ મચાવ્યો હતો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલાથી જ ક્રિકેટપ્રેમીઓમાં ડ્યૂક બોલની ભારે ચર્ચા થઈ રહી છે. આ ડ્યૂક બોલ સાથે ભારતનું ખાસ કનેક્શન છે. ચાલો જાણીએ ડ્યૂક બોલ અંગેની રસપ્રદ વાતો.
ડ્યૂક બોલ એ ક્રિકેટના બોલનો જ એક પ્રકાર છે. ભારતીય બિઝનેસમેન દિલીપ જાજોદિયા ડ્યૂક બોલ બનાવતી કંપનીના માલિક છે. વર્ષોથી તેમની કંપની બ્રિટિશ ક્રિકેટ બોલ્સ લિમિટેડ ડ્યૂક બોલ બનાવી રહી છે. વર્ષ 1760માં પ્રસિદ્ધ ડ્યૂક્સ કંપનીની સ્થાપના થઈ ટોનબ્રિજ વિસ્તારમાં થઈ હતી. વર્ષ 1987માં દિલીપ જાજોદિયાએ આ કંપની ખરીદી લીધી હતી. વર્ષ 1962માં દિલીપ જાજોદિયા અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા.
આ પણ વાંચો : Knowledge : આ કંપની એ બનાવી છે WTC ની Mace, સોના સહિત આ સામગ્રીનો થયો છે ઉપયોગ
દિલીપ જાજોદિયાનો જન્મ રાજસ્થાનના મારવાડના એક વ્યવસાયી પરિવારમાં થયો હતો. ક્રિકેટ પ્રત્યે ખાસ ઉત્સાહ ધરાવનારા દિલીપ એક ચાર્ટર્ડ વીમા વ્યવસાયી અને પેન્શન ફંડ મેનેજર પણ રહી ચૂક્યા છે.સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને ધોની જેવા દિગ્ગજ ક્રિકટરો તેમની કંપનીના ક્રિકેટ સાધનોનો ઉપયોગ કરી ચૂક્યા છે.
ડ્યૂક નામનો અર્થ નેતા થાય છે. ડ્યૂક એ લેટિન મૂળનું પુરૂષવાચી નામ છે જેનો અર્થ થાય છે “નેતા.” પ્રથમ જન્મેલા પુત્રો અથવા મજબૂત વ્યક્તિત્વ ધરાવતા છોકરાઓ માટે આદર્શ, ડ્યૂક એક વિશિષ્ટ નામ છે જે શાહી વશીકરણ અને અભિજાત્યપણુથી ભરપૂર છે.
Published On - 5:53 pm, Fri, 9 June 23