
IPL 2026 ની 19મી મેચમાં રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ ગુજરાત ટાઇટન્સ સામે ટકરાઈ હતી. આ દરમિયાન, લખનૌના સ્પિનર દિગ્વેશ રાઠીએ ગુજરાતના બેટ્સમેન સાઈ સુદર્શનને આઉટ કર્યો. વિકેટ લીધા પછી, 26 વર્ષીય આ બોલરે મેદાન પર સાઈનિંગની એક્ટિંગ કરી ઉજવણી કરી. ગઈ સીઝનમાં તેની આ આક્રમક ઉજવણી કરવાની હરકતને કારણે તેને પ્રતિબંધ ઝેલવો પડ્યો હતો. બેન સહન કર્યા બાદ રાઠીનો શાંત અંદાજ જોવા મળ્યો છે.
મેચમાં, દિગ્વેશ રાઠીએ ગુજરાતના ઓપનર સાઈ સુદર્શનને પોતાનો શિકાર બનાવ્યો. રાઠીએ લેગ સ્ટમ્પ તરફ લક્ષમાં રાખીને શોર્ટ-પિચ ડિલિવરી કરી. સુદર્શન શોટ રમ્યો, પરંતુ બોલ સીધો ફાઇન લેગ પર ઉભેલા અવેશ ખાનના હાથમાં ગયો. આ વિકેટ મળતા જ રાઠી આનંદથી જમીન તરફ ઝુક્યો અને હાથથી ઇશારો કર્યો જાણે કંઈક સાઇન કરી રહ્યો હોય. આ વખતે, તેનું વર્તન એકદમ શાંત હતું, અને તેણે બેટ્સમેન તરફ જોયુ પણ નહીં.
અહીં Video જુઓ
Opening breakthrough, courtesy Digvesh Rathi ✒️
Jos Buttler joins Shubman Gill at the crease for #GT ⚡
Updates ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT pic.twitter.com/ksXye81XdV
— IndianPremierLeague (@IPL) April 12, 2026
IPL 2025 માં, દિગ્વેશ રાઠીને આક્રમક ઉજવણી કરવા બદલ નુકસાનનો સામનો કરવો પડ્યો. ગત સિઝન દરમિયાન, વિકેટ લીધા પછી, રાઠી સીધા બેટ્સમેનની આંખોમાં જોતો અને કાલ્પનિક રેખા પાર કરતો. પરિણામે, ત્રણ અલગ અલગ પ્રસંગોએ તેની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી. પહેલા ભૂલ માટે, તેની મેચ ફીના 25 ટકા કાપવામાં આવ્યા હતા; બીજી માટે, 50 ટકા કાપવામાં આવ્યા હતા. ત્રીજી વખત ભૂલ કરવા બદલ તેને 50 ટકા દંડ ઉપરાંત એક મેચનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો હતો.
IPL નિયમો અનુસાર, કોઈ ખેલાડીના ડિમેરિટ પોઈન્ટ 36 મહિના સુધી તેની સાથે જોડાયેલા રહે છે. પાછલી સીઝનની ઘટનાઓના પરિણામે, રાઠીના નામે હાલમાં પાંચ ડિમેરિટ પોઈન્ટ છે. જો કોઈ ખેલાડીના આઠ ડિમેરિટ પોઈન્ટ થાય છે, તો તેને બે મેચનો પ્રતિબંધ લાગે છે. જો આ આંકડો 11 પોઈન્ટ સુધી પહોંચે છે, તો તેના પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગે છે. આથી જ રાઠીએ હવે ઘણુ જાળવવુ પડશે.
Published On - 3:10 pm, Mon, 13 April 26