MS ધોની (MS Dhoni), આ નામ જીભ પર આવતા જ સફળતાની આખી ફિલ્મ આંખો સામે આવવા લાગે છે. ICCનો એવો કોઈ ખિતાબ નથી, જે ધોનીએ જીત્યો ન હોય. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે T20 વર્લ્ડ કપ, ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, બધું જ જીત્યું છે. ધોનીએ જો ક્રિકેટના મેદાનમાં અને ચાહકોના દિલ પર રાજ કર્યું. પરંતુ, એમ કહેવાય છે કે કંઈપણ સંપૂર્ણ નથી. ધોનીની ક્રિકેટ કહાનીમાં એક એવી જ ઘટના છે, જેનો તેને આખી જિંદગી તેને પસ્તાવો રહેશે.
હવે તમે વિચારતા જ હશો કે એવી કઈ વસ્તુ છે જેના પર ધોની હંમેશા પસ્તાશે. તો જાણી લો કે જો ધોનીને પણ તે મેચમાં સફળતા મળી હોત તો કદાચ તેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વિશે કોઈ ફરિયાદ ન હોત. પરંતુ, 2 ઇંચના અંતરને કારણે તે અફસોસ કાયમ માટે રહી ગયો. તમામ ટ્રોફી અને દિલ જીતનાર ધોની તેના કારણે આંતરરાષ્ટ્રીય પીચ પર પોતાની કારકિર્દીનો સુખદ અંત ન કરી શક્યો.
In the 49th over of India’s failed run chase against New Zealand in the 2019 World Cup semifinal, MS Dhoni was run out. pic.twitter.com/gRmRtYbs8m
— Playota (@playotaapp) July 10, 2022
વાસ્તવમાં ધોનીને જે એક વાતનો અફસોસ રહ્યો તે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સાથે સંબંધિત છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ સાંજે 7.29 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તેણે તેની છેલ્લી મેચ જુલાઈ 2019માં રમી હતી. તે વર્ષે રમાયેલ ODI વર્લ્ડ કપની આ પ્રથમ સેમિફાઇનલ મેચ હતી, જેમાં ન્યુઝીલેન્ડનો સામનો ભારત સામે હતો.
ધોનીએ આ મેચમાં 72 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. જો કે, તે પછી કોઈએ વિચાર્યું ન હોય તે રીતે તે આઉટ થઈ ગયો. ધોની રનઆઉટ થયો, માર્ટિન ગુપ્ટિલનો ઝડપી થ્રો ધોનીને મેદાનમાંથી પરત મોકલવાનો સંદેશ લઈને આવ્યો. તે થ્રો પર, ધોની માત્ર થોડા અંતરથી ક્રીઝની બહાર રહી ગયો હતો, જેની સાથે વિશ્વ કપની ફાઈનલ રમવાની ભારતની આશાઓ પણ ધોવાઈ ગઈ હતી. ધોનીએ પોતાને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અસફળ રહ્યો હતો.
On this day: MS Dhoni’s run-out breaks million hearts as India crash out of World Cup 2019.pic.twitter.com/mcymaL1Mdn
— umair khan (@ksz399) July 10, 2023
વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચ બાદ હાર્દિક પંડ્યાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ધોની તે રનઆઉટથી બચી ગયો હોત તો ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ મળી શકી હોત. મતલબ કે ટીમને પૂરો વિશ્વાસ હતો કે જ્યાં સુધી ધોની છે ત્યાં સુધી બધુ ઠીક થઈ જશે. પરંતુ, તેની પોતાની કરિયરનો અંત આવો હશે, કદાચ તે રન આઉટ પહેલા ધોનીને પણ ખબર ન હતી.
આ પણ વાંચો : 15 ઓગસ્ટે ધોનીની એક પોસ્ટ અને દેશ આખો શોકમાં થયો ગરકાવ, જુઓ VIDEO
2019નો વર્લ્ડ કપ ધોનીની કારકિર્દીનો છેલ્લો વર્લ્ડ કપ હતો. આવી સ્થિતિમાં તેને ગૌરવ સાથે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની તક મળી. તેની કેપ્ટનશીપ બાદ વિરાટની કપ્તાનીમાં પણ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવાની તક હતી પરંતુ એક રનઆઉટે બધું બરબાદ કરી નાખ્યું. અને તેથી જ એવું કહેવામાં આવે છે કે ધોનીને આ વાતનો હંમેશા પસ્તાવો રહેશે.