All Types Of Cricket Shots : કહેવાય છે 17-18મી સદીમાં ઈંગ્લેન્ડની ધરતી પર આજની લોકપ્રિય રમત એવી ક્રિકેટની શોધ થઈ હતી. ઈ.સ. 1877માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ક્રિકેટ મેચ રમાઈ ત્યારથી લઈને હમણા સુધી ક્રિકેટમાં અનોખા અને અકલ્પનીય પરિવર્તનો આવ્યા છે. આજે દુનિયામાં આઈપીએલ જેવી અનેક ટુર્નામેન્ટ થાય છે જેમાં ક્રિકેટરો નવા નવા શોટ રમવાનો પ્રયત્ન કરે છે અને તે લોકપ્રિય થઈ જાય છે.
ક્રિકેટના નિયમો અને ખેલ ભાવનાનું સરંક્ષણ કરતી MCC એટલે કે મેરીલેબોન ક્રિકેટ ક્લબની સ્થાપના 1787માં થઈ હતી. વર્ષ 1993માં ICCની સ્થાપના થઈ તે પહેલા આખી દુનિયાના ક્રિકેટ પર MCCનું નિયત્રણ હતુ. MCCની રુલ બુકના 42 નિયમો આજે પણ ક્રિકેટ મેચમાં માન્ય છે. ક્રિકેટના ઈતિહાસમાં 16થી વધારે પરંપરાગત ક્રિકેટ શોટ્સ છે. પણ ધોનીના હેલિકોપ્ટર શોટ્સ સહિત 4 શોટ્સ એવા પણ રમાય છે, જે પરંપરાગત નથી.
સચિન તેંડુલકર સ્ટ્રેટ ડ્રાઈવ માટે, વિરાટ કોહલી કવર ડ્રાઈવ માટે, રોહિત શર્મા પૂલ શોટ માટે અને મહેન્દ્રસિંહ ધોની હેલિકોપ્ટર શોટ માટે જાણીતો છે. દુનિયામાં અનેક દિગ્ગજ ક્રિકેટરો પોતાના અનોખા ક્રિકેટ શોટને કારણે જાણીતા છે. રેમ્પ શોટ, સ્વિચ હિટ, સ્કૂપ શોટ અને હેલિકોપ્ટર શોટ ક્રિકેટના પરંપરાગત શોટ નથી. જ્યારે કવર ડ્રાઈવ, રિવર્સ સ્વીપ જેવા 16થી વધુ શોટ પરંપરાગત ક્રિકેટ શોટ છે. ચાલો જાણીએ ક્રિકેટના 20થી વધારે શાનદાર શોટસ વિશે.
આ પણ વાંચો : MLC 2023: પ્રથમ સિઝનમાં MI બન્યુ ચેમ્પિયન, નિકોલસ પૂરનની તોફાની સદી વડે ફાઈનલમાં મેળવી જીત
આ પણ વાંચો : વધારે પૈસા આવે તો ઘમંડ આવી જાય છે, પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવના નિવેદનથી મચી ધમાલ
જેમ જેમ સમય જાય છે તેમ તેમ ક્રિકેટમાં પણ નવા નવા પરિવર્તનો આવતા રહે છે. આવનારા સમયમાં ક્રિકેટ સંપૂર્ણ બદલાઈ જશે. ટી20ના જમાનો આજે છે, પણ ભવિષ્યમાં ટી10નો જમાનો પણ આવશે.