ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીએ પત્ની સાથે ડાન્સ કર્યો, જુઓ, VIDEO

ઋષભ પંતની બહેન સાક્ષી પંતના લગ્નમાં સામેલ થવા માટે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની પત્ની સાથે મસુરી પહોંચ્યો હતો. બંન્ને ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.હાર્ડી સંધુના પરફોર્મન્સ દરમિયાન બંન્ને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંન્નેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંતની બહેનના લગ્નમાં ધોનીએ પત્ની સાથે ડાન્સ કર્યો, જુઓ, VIDEO
| Updated on: Mar 13, 2025 | 11:09 AM

ઋષભ પંતની બહેનના લગ્નમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી મસુરી પહોંચ્યા હતા. બંન્ને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પંતની બહેનના લગ્ન 12 માર્ચના રોજ હતા. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પંતની બહેનના લગ્નમાં સિંગર હાર્ડી સંધુ પણ જોવા મળી રહ્યો છે. તેના પરફોર્મન્સ દરમિયાન ધોની અને સાક્ષી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

પંતની બહેનના લગ્નમાં હાર્ડી સંધુ ‘ના ગોરીએ’ ગીત ગાય રહ્યો હતો. આ સમય દરમિયાન, મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સહિત ઘણા લોકો નજીકમાં ઉભા હતા. તેમનું ગીત સાંભળ્યા પછી, બંને સાથે ગાતા અને નાચતા જોવા મળ્યા. આ પહેલા ધોનીનો બીજો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે ઋષભ પંત અને સુરેશ રૈના સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

 

 

સગાઈમાં પણ પહોંચ્યો હતો ધોની

ઋષભ પંતની બહેન સાક્ષી પંતે 12 માર્ચના રોજ પોતાના બોયફ્રેન્ડ અંકિત ચૌધરી સાથે લગ્ન કર્યા છે. ગત્ત વર્ષે બંન્નેએ સગાઈ કરી હતી. બંન્ને 9 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ સગાઈ કરવાનો નિર્ણય લીધો હતો. આ સગાઈમાં ધોની પણ જોવા મળ્યો હતો. પંતની બહેને યુકેમાં અભ્યાસ કર્યો છે. ટુંકમાં પંતના જીજાજી અંકિત ચૌધરી એક બિઝનેસમેન છે.

 

 

ધોની 23 માર્ચથી IPLમાં જોવા મળશે

43 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં આઈપીએલમાં જોવા મળશે. તેમની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો પહેલી મેચ 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. આ મેચમાં ધોની રમતા જોઈ શકાય છે. એવું માનવામાં આવે છે કે આ તેની છેલ્લી IPL હોઈ શકે છે.આ લગ્ન પછી, ધોનીનું સંપૂર્ણ ધ્યાન હવે 22 માર્ચથી શરૂ થનારી IPL પર રહેશે. ધોની આ વખતે પણ ખેલાડી તરીકે CSK ની જર્સીમાં જોવા મળશે.