VIDEO : MS ધોનીની બર્થ’ડે પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન, સાક્ષીએ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, જુઓ ઉજવણીની ખાસ ક્ષણો

Happy Birthday MS Dhoni : ધોનીનો જન્મદિવસ છે. હા ભારતભરમાં ફેલાયેલા ધોનીના તમામ ફેન્સ આ ખાસ દિવસની ઉજવણી કરશે. પરંતુ ફેન્સ સામે ધોનીએ પોતે જ ઉજવણી કરી છે. તે પણ એક નહીં પરંતુ ત્રણ કેક કાપીને. ધોનીની 43મી બર્થડે પાર્ટીમાં પોતાની હાજરી નોંધાવવામાં સલમાન ખાન પણ પાછળ રહ્યો ન હતો.

VIDEO : MS ધોનીની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો સલમાન ખાન, સાક્ષીએ ધોનીના કર્યા ચરણ સ્પર્શ, જુઓ ઉજવણીની ખાસ ક્ષણો
dhoni 43th birthday
| Updated on: Jul 07, 2024 | 9:47 AM

Happy Birthday Mahi : અનંત અંબાણીના સંગીત સમારોહનો ભાગ બન્યા પછી એમએસ ધોની માટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. 7 જુલાઈ 1981ના રોજ જન્મેલા ધોનીએ મુંબઈમાં કેક કાપીને પોતાનો 43મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ હાજર જોવા મળ્યો હતો. બર્થડે કેક કાપ્યા બાદ ધોની સલમાન ખાનને પોતાના હાથે ખવડાવતો પણ જોવા મળ્યો હતો. બર્થડે સેલિબ્રેશન દરમિયાન પત્ની સાક્ષીએ પણ ધોનીના પગ સ્પર્શ કર્યા હતા.

ધોનીએ એક નહીં પરંતુ ત્રણ કેક કાપી

ધોનીની બર્થડે પાર્ટીમાં સલમાન ખાન બ્લેક શર્ટ અને જીન્સ પહેરીને જોવા મળ્યો હતો. બર્થડે બોય ધોની ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો. મુંબઈમાં બર્થડે સેલિબ્રેશન દરમિયાન નોંધનીય બાબત એ હતી કે ધોનીએ એક નહીં પરંતુ ત્રણ કેક કાપી હતી. જેમાં એક કેક પર 7 નંબર લખાયેલો જોવા મળ્યો હતો. આ 3માંથી એક કેક સલમાન ખાનની હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ધોનીએ સલમાન ખાનને કેક ખવડાવી હતી

જો કે ધોનીએ સૌથી પહેલા કેક કાપી જેના પર 7 નંબર લખવામાં આવ્યો હતો. કેક કાપ્યા બાદ તેણે સૌથી પહેલા તેની પત્ની સાક્ષીને ખવડાવી હતી. આ પછી ધોનીએ સલમાન ખાનને પોતાના હાથે બર્થડે કેક પણ ખવડાવી હતી.

પત્ની સાક્ષીએ ચરણ સ્પર્શ કર્યા, ધોનીએ આશીર્વાદ આપ્યા

ધોનીએ કેક કાપ્યા બાદ પત્ની સાક્ષીએ તેના પગને બંને હાથથી સ્પર્શ કરીને પગે લાગી હતી. સાક્ષીને આવું કરતી જોઈને પાર્ટી હોલમાં બધાએ વખાણ કર્યા હતા. સાક્ષીના ચરણ સ્પર્શ કર્યા પછી પછી તેણે તરત જ ધોનીએ પત્નીને આશીર્વાદ આપ્યા. ધોનીએ આવું કર્યા બાદ પાર્ટી હોલનું વાતાવરણ વધુ ખુશનુમા બની ગયું હતું.

ધોનીનો જન્મદિવસ કોઈ તહેવારથી ઓછો નથી!

ધોનીનો જન્મદિવસ તેના માટે માત્ર ઉજવણીનો પ્રસંગ નથી પરંતુ તેના ફેન્સ માટે તે તહેવાર છે. આ એક તહેવાર છે જે તેઓ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. રાંચીના તેના પોતાના લોકો હોય કે ચેન્નાઈના માહીના ચાહકો હોય. પછી તે આંધ્રપ્રદેશના લોકો હોય કે મધ્યપ્રદેશના લોકો. તેનો અર્થ એ છે કે સમગ્ર ભારત આ ખાસ દિવસને પોતાના અંદાજમાં અને મૂડમાં ઉજવે છે.