ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 14 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે પુણેમાં રમાઈ રહી છે. આજની મેચમાં આકર્ષણનુ કેન્દ્ર ‘બેબી એબી’ ના ડેબ્યૂ રહ્યુ હતુ. એબી ડી વિલિયર્સની ઝલક ધરાવતો આ 18 વર્ષીય સ્ફોટક ખેલાડીએ ક્રિઝ પર આવતા જ પોતાની ઓળખ પ્રમાણે રમતની શરુઆત કરી હતી. ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) ડેબ્યૂ મેચમાં 29 રન ફટકાર્યા હતા. તેને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની જાળમાં ફસાવ્યો હતો અને વિકેટકીપરે તેને સ્ટંમ્પિગ આઉટ કર્યો હતો.
પ્રથમ બંને મેચમાં હારને સહન કર્યા બાદ પાંચ વખચની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ જીત નોંધાવવામ માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન આખરે તોફાની યુવા બેટ્સમેનેન અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. જેની મુંબઈ જ નહી પરંતુ આઇપીએલ ના ફેન પણ રાહ જોઈ રહ્યા હતા. જેનો અંત આવ્યો હતો અને મેદાનમાં ચારે તરફ ચોગ્ગા અને છગ્ગા વાળી રમતનો નજારો બેબી એબીએ આપ્યો હતો. પરંતુ તેની ઇનીંગ અધૂરી જ રહી ગઈ હતી. તે બોલને આગળ આવીને રમવા જવાનો મૂડ પારખી જતા વરુણે તેને વિકેટકીપર બિલિંગ્સની મદદ વડે પોતાની જાળમાં ફસાવી લીધો હતો. આમ તેની તોફાની રમત 29 રન પર જ સમાપ્ત થઈ ગઈ હતી.
બ્રેવિસે 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તેણે 19 બોલમાં 29 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 152.63 નો રહ્યો હતો. તેની રમતને જોતા તે મુંબઈના સ્કોરબોર્ડને ઝડપથી આગળ વધારી દેશે એમ લાગી રહ્યુ હતુ, પરંતુ એ પહેલા જ તે વરુણ ચક્રવર્તીની ચતુરાઈનો શિકાર થઈ ગયો હતો. સ્ટંપીંગ થઇ વિકેટ ગુમાવવાના આગળના બોલે જ તેણે શાનદાર સિક્સર લગાવી હતી.
Wow what a hit for six! Baby AB Dewald Brevis no look shot, I have no word. Reminds me of ABD again today. Treat to watch this exciting talent. #KKRvMI #KKRvsMI #Abdevilliers #IPL2022 #IPL pic.twitter.com/ytEnjH7q5b
— Mohit Pandey (@mohitherapy) April 6, 2022
ડિવાલ્ડ બ્રેવિસને લઈને માત્ર મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાં ઘણી ઉત્સુકતા ધરાવતા હતા. તેનું મોટું કારણ એબી ડી વિલિયર્સની જેમ તેની બેટિંગ છે. દક્ષિણ આફ્રિકાનો આ યુવા સ્ટાર પોતાના જ દેશના મહાન બેટ્સમેનોમાંના એક ડી વિલિયર્સથી પ્રભાવિત છે અને તેની સ્ટાઈલમાં બેટ્સમેન છે. તે તેની પાસેથી ઘણું શીખ્યો છે અને તે જ રીતે મોટા શોટ મારવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણ છે કે તેની અંડર-19 સાઉથ આફ્રિકન ટીમના ખેલાડીઓ ડિવાલ્ડને ‘બેબી એબી’ કહીને બોલાવે છે.
આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપમાં તેણે ડેબ્યૂ કર્યું તે પહેલા બ્રેવિસને ‘બેબી એબી’ નામથી ઓળખ મળી અને પછી તેણે વર્લ્ડ કપ શરૂ થતાની સાથે જ તેને સાચું સાબિત કરી દીધું. આ 18 વર્ષના જમણા હાથના બેટ્સમેને વર્લ્ડ કપમાં બેટથી હંગામો મચાવ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ભલે ફાઇનલમાં પહોંચી શકી ન હતી પરંતુ તે છવાઈ ગયો હતો. બ્રેવિસે ટુર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 84 ની એવરેજથી રેકોર્ડ 506 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
અંડર-19 વર્લ્ડ કપના એક અઠવાડિયા પછી, 12-13 ફેબ્રુઆરીના રોજ IPL 2022 મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના પહેલા જ દિવસે બ્રેવિસનું નામ પણ આવ્યું હતું. આવી સ્થિતિમાં, બ્રેવિસના નામે ટીમો તૂટી પડે તે સ્વાભાવિક હતું અને એમ જ થયું. ઘણી ટીમો વચ્ચે જોરદાર બોલી લગાવ્યા બાદ આખરે મુંબઈએ આ 18 વર્ષીય બેટ્સમેનને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બ્રેવિસ માત્ર શાનદાર બેટ્સમેન જ નથી પરંતુ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. બ્રેવિસે 9 T20 મેચ રમી છે, જેમાં તેણે 207 રન બનાવવા ઉપરાંત 5 વિકેટ પણ લીધી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 8:33 pm, Wed, 6 April 22