IPL 2023: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના સામાન ચોરનારની થઈ ધરપકડ, રસ્તા વચ્ચે કેવી રીતે બની ઘટના, પોલીસે કર્યો ખુલાસો

|

Apr 23, 2023 | 3:13 PM

IPL 2023: થોડા દિવસો પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર સહિત ઘણા ખેલાડીઓનો લાખો રૂપિયાનો સામાન ચોરાઈ ગયો હતો. દિલ્હી કેપિટલ્સે પોલીસમાં કેસ નોંધાવ્યો હતો.

IPL 2023: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના સામાન ચોરનારની થઈ ધરપકડ, રસ્તા વચ્ચે કેવી રીતે બની ઘટના, પોલીસે કર્યો ખુલાસો

Follow us on

દિલ્હી કેપિટલ્સનો ગુનેગાર આખરે ઝડપાઈ ગયો છે. પોલીસે 2 ગુનેગારોની ધરપકડ કરી હતી. બેંગલુરુથી દિલ્હી આવ્યા પછી ટીમના ખેલાડીઓને ખબર પડી કે તેમનો ઘણો સામાન ગાયબ છે. કેપ્ટન ડેવિડ વોર્નર સહિત ઘણા ખેલાડીઓના બેટ, બેગ, હેલ્મેટ, પેડ ગાયબ થઈ ગયા. જેની કિંમત લાખોમાં હતી.પોલીસે બે દિવસ પહેલા ચોરાયેલો અડધો માલ કબજે કર્યો હતો. જેની પુષ્ટિ ખુદ કેપ્ટન વોર્નરે કરી હતી. હવે આ ઘટનાને અંજામ આપનાર ચોરો પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પકડાયેલા બંને ચોરે રસ્તામાં કેવી રીતે ચોરી કરી તે જણાવ્યું.

આ પણ વાંચો : Arshdeep Singh, IPL 2023: સ્ટંપ તોડવાને લઈ અર્શદીપ સિંહ સામે થઈ શકે કાર્યવાહી? પંજાબ કિંગ્સને મુંબઈ પોલીસે આપ્યો જવાબ

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

 

16 લાખનો સામાન રિકવર કરાયો હતો

દિલ્હી કેપિટલ્સે ચોરીનો કેસ નોંધ્યો હતો, ત્યારબાદ કબબન પાર્ક પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 16 લાખનો સામાન કબજે કર્યો હતો, જેમાં 12 બોલનો સમાવેશ થાય છે. રિકવર થયેલા સામાનનો ફોટો શેર કરતા વોર્નરે કહ્યું હતું કે હજુ પણ કેટલાક સામાન ગુમ છે. પોલીસને જે વસ્તુઓ મળી હતી તેમાં 12 બેટ, 18 બોલ, 4 જોડી મોજા, 3 જોડી પેડ્સ, 2 હેલ્મેટ અને બેકપેકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : RCB in Green Jersey, IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ રાજસ્થાન સામે ગ્રીન જર્સી કેમ પહેરશે? જાણો

હોટેલ અને એરપોર્ટ વચ્ચે ચોરી

આરોપીઓની ઓળખ ચેલુવરાજુ નટરાજ અને બી સુધાંશુ નાયક તરીકે થઈ હતી. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. ડીસીપી આર શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, બંનેએ ચોરી ત્યારે કરી જ્યારે સામાન દિલ્હી કેપિટલ્સની ટીમ હોટલમાંથી એરપોર્ટ લઈ જવામાં આવી રહી હતી. આરોપીનો પ્લાન તેને વેચવાનો હતો. ચેલુવરાજુ તે વાહનનો ડ્રાઈવર હતો, જ્યારે નાયક કુરિયર બોય હતો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Next Article