Womens World Cup 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની હારની હેટ્રિક, સાઉથ આફ્રિકાની ઐતિહાસીક જીત

|

Mar 14, 2022 | 7:03 PM

મહિલા વિશ્વ કપ 2022ની 13મી મેચમાં ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સતત ત્રીજી જીત મેળવી હતી.

Womens World Cup 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની હારની હેટ્રિક, સાઉથ આફ્રિકાની ઐતિહાસીક જીત
ICC Women's World Cup: England vs South Africa (PC: ICC)

Follow us on

મહિલા વર્લ્ડ કપ 2022 (Womens World Cup 2022) માં ઈંગ્લેન્ડનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું છે. ગત ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લિશ ટીમને ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડની હારનું કારણ મહિલા ક્રિકેટર મારીજેન કેપ (Marizanne Kapp) હતી. જેણે તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકાને શાનદાર જીત અપાવી હતી. મેરિજેને પ્રથમ 10 ઓવરમાં 45 રનમાં 5 વિકેટ લીધી હતી અને તે પછી આ ઓલરાઉન્ડરે મુશ્કેલ સમય પર શાનદાર બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. કેપે 32 રનની ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાએ આ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત નોંધાવી છે.

દક્ષિણ આફ્રિકા માટે આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે પ્રથમ વખત વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ઉપરાંત, મહિલા વર્લ્ડ કપમાં આ ટીમનો સૌથી મોટો રન ચેઝ પણ હતો. આ પહેલા તેણે 207 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. બીજી તરફ, ઈંગ્લેન્ડે 27 વખત 200 થી વધુ રનનો સ્કોર બચાવ્યો છે અને માત્ર બીજી વખત તે આમ કરવામાં નિષ્ફળ રહી છે.

સાઉથ આફ્રિકા અંતિમ ઓવરમાં જીત્યું

236 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. તેની ઓપનર લિઝી લી માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ લૌરા વોલવાર્ડ અને તાજમીન બ્રિટ્સે 56 રનની ભાગીદારી કરીને દક્ષિણ આફ્રિકાની ટીમને વાપસી અપાવી હતી. આ પછી વોલ્વાર્ડે લુસ સાથે 73 ખૂબ જ મહત્વપૂર્ણ રન ઉમેર્યા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જોકે, ઇંગ્લેન્ડના સ્પિનરો સોફી એકેલસ્ટોન અને અન્યા શ્રબસોલે સાઉથ આફ્રિકાને સારી બોલિંગ કરીને હરીફ ટીમને સરળતાથી જીતવા દીધું ન હતું. દક્ષિણ આફ્રિકાની ટીમનો રન રેટ થોડો ધીમો પડી ગયો હતો. જોકે ઓલરાઉન્ડર મેરિજન કેપે મિડલ ઓર્ડરમાં 32 રનની મહત્વની ઈનિંગ રમીને દક્ષિણ આફ્રિકાને મેચમાં જાળવી રાખ્યું હતું. દક્ષિણ આફ્રિકાને છેલ્લી ઓવર અને 4 બોલમાં 4 રનની જરૂર હતી તે પહેલા શબનિમ ઈસ્માઈલે ચોગ્ગો ફટકારીને દક્ષિણ આફ્રિકાને ઐતિહાસિક જીત અપાવી હતી.

ઇંગ્લેન્ડે 235 રન બનાવ્યા

ઈંગ્લેન્ડ તરફથી બ્યુમોન્ટે 62 અને એમી જોન્સે 53 રન બનાવ્યા હતા, પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન મેરિજેન કેપની ઘાતક બોલિંગ સામે મોટો સ્કોર બનાવી શકી ન હતી. વ્યાટ-3, કેપ્ટન નાઈટ 9 રન બનાવી શક્યા હતા. કમનસીબ શિવર 16 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. મેરિજેન કેપે 45 રનમાં 5 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં 7મા નંબરે છે. તેના ખાતામાં 3 મેચમાં 3 હાર છે, ઈંગ્લેન્ડનો નેટ રન રેટ પણ -0.156 છે. બાંગ્લાદેશની ટીમ પણ ઈંગ્લેન્ડથી ઉપર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ 3 મેચમાં 3 જીત સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલિયા પણ 3 મેચમાં 3 જીત સાથે પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચો : IND vs SL: ટીમ ઇન્ડિયાએ કર્યા શ્રીલંકાના સુપડા સાફ, બીજી ટેસ્ટ 238 રનથી જીતી સીરિઝ કબજે કરી

આ પણ વાંચો : શ્રેયસ અય્યરને શાનદાર બેટિંગ બદલ ICC તરફથી મળ્યું ખાસ ઈનામ

Next Article