Breaking News: સુવર્ણ અક્ષરે લખાશે ‘દીપ્તિ શર્મા’ નું નામ, રેકોર્ડબ્રેક સદી ફટકારીને ‘નવો ઇતિહાસ’ રચી દીધો

ઝિમ્બાબ્વે સામેની વનડે મેચમાં દીપ્તિ શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ એવો કમાલ કરી દીધો છે, જે અગાઉ ક્યારેય કોઈ ભારતીય મહિલા ખેલાડીએ નથી કર્યો. દીપ્તિએ માત્ર 83 બોલમાં અણનમ 106 રનની ધમાકેદાર સદી ફટકારી અને હરમનપ્રીત સાથે મળીને રેકોર્ડબ્રેક ભાગીદારી કરીને તેણે ભારતને 328 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધું છે. હવે સવાલ એ છે કે, અગાઉ જે કામ ભારતીય મહિલા ખેલાડીઓ ના કરી શકી, તેવું કયું કામ દીપ્તિ શર્માએ કરી બતાવ્યું?

Breaking News: સુવર્ણ અક્ષરે લખાશે દીપ્તિ શર્મા નું નામ, રેકોર્ડબ્રેક સદી ફટકારીને નવો ઇતિહાસ રચી દીધો
Image Credit source: Cricinfo
| Updated on: Oct 25, 2026 | 7:27 PM

દીપ્તિ શર્માની અણનમ 106 રનની ઇનિંગના જોરે ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાને 328 રન બનાવ્યા. દીપ્તિએ 14 ચોગ્ગાની મદદથી 83 બોલમાં પોતાની વનડે કારકિર્દીની બીજી સદી પૂરી કરી. આ ભારત તરફથી 5મી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ છે. વનડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ સ્મૃતિ મંધાનાના નામે છે.

વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો

મંધાનાએ ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 50 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તેણે વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. તે ભારત માટે નંબર 6 કે તેથી નીચે બેટિંગ કરીને સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગઈ.

ભારતીય ટીમની નંબર 1 ઓલરાઉન્ડર

આ પહેલા આ નંબર પર બેટિંગ કરતી વખતે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ રિચા ઘોષના નામે હતો. તેણે ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 94 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ હાલની ભારતીય ટીમની નંબર 1 ઓલરાઉન્ડર છે. વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ પણ તેના જ નામે છે.

5મી વિકેટ માટે ભાગીદારીનો રેકોર્ડ

દીપ્તિ શર્મા અને હરમનપ્રીત કૌરે ૫મી વિકેટ માટે 153 (137) રનની ભાગીદારી કરી. આ 5મી વિકેટ માટે ભારત તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. દીપ્તિ અને હરમને 4 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.

આ દરમિયાન, હરમનપ્રીત કૌરે પોતાની વનડે કારકિર્દીની 8મી સદી ફટકારી. તેણે મિતાલી રાજનો રેકોર્ડ તોડી નાખ્યો. વર્ષ 2022માં સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરે 5મી વિકેટ માટે પાકિસ્તાન સામે 122 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી વર્લ્ડ કપ મેચ દરમિયાન આવી હતી.

ભારતને 300 રનની પાર પહોંચાડ્યું

ભારતે 148 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે દીપ્તિ શર્મા બેટિંગ કરવા આવી હતી. દીપ્તિ અને હરમનપ્રીત કૌરે માત્ર પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી ન હતી પરંતુ ભારતને 300 રનથી પાર પણ પહોંચાડી દીધું હતું.

Breaking News : IPL 2027 Auction પહેલા મોટા સમાચાર, શું ધોનીએ સંન્યાસને લઈ આપ્યો જવાબ

Follow Us
Loading...
Unable to load recommendations.