ડેવિડ વોર્નરની નિવૃત્તિના સમાચાર હજુ સત્તાવાર નથી. પરંતુ આવું થઈ શકે છે, કારણ કે એવું માનવામાં આવતું હતું કે આ ICC T20 વર્લ્ડ કપ 2024 ટૂર્નામેન્ટ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી હશે. હવે જો આવું છે, તો સેન્ટ લુસિયામાં ભારત સામે રમાયેલી T20 મેચ વોર્નરની કારકિર્દીની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ છે. ડેવિડ વોર્નર વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. તેણે તેની છેલ્લી ODI 2023 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત સામે રમી હતી. જ્યારે તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે સિડનીમાં રમી હતી.
ડેવિડ વોર્નર જ્યારે ભારત સામે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો ત્યારે તેમાં ખાસ પ્રદર્શન કર્યું ન હતું. વોર્નરે માત્ર 6 બોલનો સામનો કર્યો અને માત્ર 6 રન બનાવ્યા. પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ ઈનિંગમાં વોર્નર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો.
અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાની બહાર ફેંકાવાની ખતરાની ઘંટડી વાગી હતી, જેને ભારત સામેની હારથી વધુ પુષ્ટિ મળી હતી. ઓસ્ટ્રેલિયામઈ ટુર્નામેન્ટમાં ટકી રહેવાની એકમાત્ર આશા બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાનની હાર હતી. પરંતુ, એવું પણ ન થયું કારણ કે બાંગ્લાદેશને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર થતા જ ODI અને ટેસ્ટ બાદ ડેવિડ વોર્નરની T20 કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે.
With David Warner’s departure from international cricket, an illustrious career comes to an end https://t.co/PqTbJz88H4
— ICC (@ICC) June 25, 2024
ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 383 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 20 હજારની નજીક રન બનાવ્યા હતા. તેના નામે 49 આંતરરાષ્ટ્રીય સદી નોંધાયેલી છે. ડેવિડ વોર્નરે 2009માં T20 ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી મેચ 2024માં રમી હતી. મતલબ કે તેની T20 કારકિર્દી 15 વર્ષ ચાલી હતી.
આ પણ વાંચો: T20 WC: સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની એન્ટ્રી, હવે ઈંગ્લેન્ડ સાથે થશે ટક્કર, રોહિત આર્મી લેશે બદલો