એક ઓવરમાં 36 રન તો અનેક વખત બની ચૂક્યા છે પરંતુ 1 ઓવરમાં 39 રન ટી20 ઈન્ટરનેશનલમાં પહેલી વખત બન્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં આ કમાલ કરનાર ખેલાડી એ દેશનો છે, જેની વસ્તી અંદાજે 2 લાખ જેટલી છે. આપણે વાત કરી રહ્યા છીએ સમોઆના વિકેટકીપર બેટ્સમેન ડેરિયસ વિસરની, જેમણે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી છે અને 39 રન પણ બનાવ્યા છે.ક્રિકેટરે આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ સબ -રિધનલ ઈર્સ્ટ-એશિયા પૈસેફિક ક્વોલિફાયર એ મેચમાં વાનઆતુ વિરુદ્ધ આ પ્રદર્શન કર્યું છે.
ડેરિયસ વિસરે વાનુઆતુના બોલર નલિન નિપિકોને ટાર્ગેટ કરતા એક જ ઓવરમાં 39 રન બનાવ્યા હતા. 3 નો બોલની આ ઓવરમાં ડેરિયસે 6 સિક્સ ફટકારી 39 રન બનાવ્યા હતા.યુવરાજ સિંહ સહિત આ બેટ્સમેનનો રેકોર્ડ તોડ્યો ભારતના યુવરાજ સિંહે 2007ના ટી20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોર્ડ વિરુદ્ધ 6 સિક્સ સાથે એક ઓવરમાં 36 રન બનાવ્યા હતા, પરંતુ સમાઓના ડરિયસે 6 સિક્સની સાથે 39 રન બનાવી પાછળ છોડ્યો છે.
WORLD RECORD CREATED IN MEN’S T20 LEVEL 1 OVER 39 RUNS
Darius Visser scored 39 runs in match between Samoa Vs Vanuatu
( – ICC)#T20 #T20WorldCup #records #ICC #CricketUpdate #cricketnews pic.twitter.com/sXiyrlxjtE— SportsOnX (@SportzOnX) August 20, 2024
ટી20 ઈન્ટરનેશનલની એક ઓવરમાં 36 રન વર્ષ 2021માં પોલાર્ડ અને 2024માં નિકોલસ પુરન અને દીપેન્દ્ર સિંહ એરીએ પણ બનાવ્યા છે. સમાઓના વિકેટકીપર બેટ્સમેને યુવરાજ સિંહની સાથે સાથે પૂર્વ ક્રિકેટરનો રેકોર્ડ તોડ્યો છે.T20Iમાં સદી ફટકારનાર સમોઆનો દેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. ડેરિયસ વિસરે 62 બોલનો સામનો કરી 132 રન બનાવ્યા છે. જેમાં 14 સિક્સ સામેલ છે.