CSK vs PBKS IPL Match Live Score: ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2023 ની 41મી લીગ મેચ આજે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાય હતી.પંજાબ કિંગ્સે હાઈ વોલ્ટેજ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 6 વિકેટના નુકસાને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પંજાબે છેલ્લા બોલ પર 3 રન ઉમેરીને જીત મેળવી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તે જ સમયે ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ 92 રન બનાવ્યા હતા.
છેલ્લા છ બોલમાં નવ રનની જરૂર હતી. સિકંદર રઝા અને શાહરૂખ ખાન ક્રિઝ પર હતા. તે જ સમયે, જુનિયર મલિંગા તરીકે પ્રખ્યાત મતિશા પથિરાના બોલિંગ કરી રહ્યો હતો. રઝાએ પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. શાહરૂખ બીજા બોલ પર સિંગલ પણ લેવામાં સફળ રહ્યો હતો. ત્રીજો બોલ ડોટ બોલ હતો. રઝાએ ચોથા અને પાંચમા બોલ પર બે-બે રન લીધા હતા. પંજાબને છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી. પથિરાના સ્ટમ્પ પર ધીમો બોલ ફેંકે છે. રઝા તેને સ્ક્વેર લેગમાં રમે છે અને ત્રણ રન લેવા ભાગી જાય છે. આ રીતે ચેન્નાઈ છેલ્લા બોલ પર હારી ગયું.
આ પણ વાંચો : 1000th Match of IPL, MI vs RR Match Live Score : 1000મી મેચની ખાસ ઊજવણી બાદ મેચ શરુ, રાજસ્થાનની બેટિંગ શરુ
IPL 2023ની 41મી મેચમાં પંજાબ કિંગ્સે રોમાંચક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 201 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નાઈ માટે ધોનીએ છેલ્લા બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર ચાર વિકેટે 200 રન સુધી પહોંચાડ્યો હતો. ચેન્નાઈ તરફથી ડેવોન કોનવેએ સૌથી વધુ અણનમ 92 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 37 અને શિવમ દુબેએ 28 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહ, સેમ કરન, રાહુલ ચહર અને સિકંદર રઝાએ એક-એક વિકેટ લીધી હતી.ચેન્નાઈએ પંજાબને 201 રનનો ટાર્ગેટ આપ્યો, કોનવેએ રમી 92 રનની તોફાની ઈનિંગ, ધોનીએ છેલ્લા બે બોલ પર ફટકારી સિક્સર હતી
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
IPL 2023ની 41મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ સામે 201 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી.
જીતેશ શર્મા 10 બોલમાં 21 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે.
પંજાબ કિંગ્સની ટીમને પાંચમો ફટકો સેમ કુરાનના રૂપમાં લાગ્યો છે. પાંચમા ક્રમે બેટિંગ કરી રહેલ કુરન 20 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 20 રન બનાવ્યા બાદ મતિષા પથિરાના દ્વારા બોલ્ડ થયો હતો.
151ના સ્કોર પર પંજાબને ચોથો ફટકો, લિવિંગસ્ટોન 40 રન બનાવીને આઉટ થયો
લિવિંગસ્ટોને 16મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી, ત્યારબાદ બીજા બોલ પર ફરી એક સિક્સ ફટકારી હતી, ત્રીજા બોલ પર ચોગ્ગો પંજાબના ખાતામાં આવ્યો હતો. અને ચોથા બોલ પર ફરી એક સિક્સ ફટકારી હતી.
15 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 129 રન છે. લિયામ લિવિંગસ્ટોન 19 બોલમાં 22 રન અને સેમ કુરાન 15 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યા છે. પંજાબને હવે 30 બોલમાં 72રનની જરૂર છે.
સેમ કરણે 15મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
પંજાબ કિંગ્સનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. લિયામ લિવિંગસ્ટોન અને સેમ કરણ ક્રિઝ પર છે. બંને ઝડપી ગતિએ રન બનાવી રહ્યા છે. 201 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબની ટીમ સારી સ્થિતિમાં છે. 14 ઓવર પછી પંજાબનો સ્કોર ત્રણ વિકેટે 119 રન છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમે પોતાના 100 રન પૂરા કરી લીધા છે. પંજાબનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 102 રન છે.
લિયામ લિવિંગસ્ટોન 12 બોલમાં 17 રન છે. સેમ કરણ 10 બોલમાં 10 રન બનાવી રમી રહ્યા છે
લિયામ લિવિંગસ્ટોન 12મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
11ઓવર બાદ પંજાબનો સ્કોર 97/ 3 છે. લિયામ લિવિંગસ્ટોન અથર્વ સેમ કરણ સાથે ક્રીઝ પર છે. લિયામ 6 બોલમાં 9 રન અને સેમ કરણ 4 બોલમાં 3 રન બનાવી રમી રહ્યા છે.
પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ 94 રનના સ્કોર પર પડી હતી. અથર્વ તાઈડે 17 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયો છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના જ બોલ પર તેનો કેચ પકડ્યો હતો.
10 ઓવર બાદ પંજાબનો સ્કોર 94/2 છે. લિયામ લિવિંગસ્ટોન અથર્વ તાઈડે સાથે ક્રીઝ પર છે. લિયામ 6 બોલમાં 9 રન અને અથર્વ તાઈડે 15 બોલમાં 13 રન બનાવી રમી રહ્યા છે.
લિયામ લિવિંગસ્ટોને10મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
પંજાબ કિંગ્સની ટીમને પ્રભસિમરન સિંહના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો છે. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે સિંહ 24 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવીને રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો.
પંજાબ કિંગ્સનો ઓપનર પ્રભસિમરન સિંહ જબરદસ્ત લયમાં જોવા મળી રહ્યો છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે ટીમ માટે 23 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન બનાવીને રમી રહ્યો છે.
પ્રભસિમરન સિંહે સાતમી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
અથર્વ તાઈડે હવે પ્રભસિમરન સિંહ સાથે ક્રિઝ પર છે.અથર્વ તાઈડે 5 બોલમાં 5 રન અને પ્રભસિમરન સિંહ 16 બોલમાં 27 રન બનાવી રમી રહ્યા છે
પંજાબ કિંગ્સનો સ્કોર 5 ઓવર બાદ 58/1
પંજાબની પ્રથમ વિકેટ પડી, શિખર ધવન 15 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો.
શિખર ધવને પાંચમી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
પંજાબનો સ્કોર 4 ઓવર પછી 46 રન છે. બંને ઓપનર સરળતાથી સ્કોર કરી રહ્યા છે.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમે પ્રથમ ત્રણ ઓવરમાં કોઈપણ નુકશાન વગર 34 રન બનાવ્યા હતા. ટીમ માટે શિખર ધવન 10 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 21 રન અને પ્રભસિમરન સિંહ આઠ બોલમાં એક છગ્ગાની મદદથી 11 રન રમી રહ્યો છે.
201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શિખર ધવન અને પ્રભસિમરન સિંહની ઓપનિંગ જોડીએ પંજાબને સારી શરૂઆત અપાવી છે. બીજી ઓવરના અંત બાદ પંજાબનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 20 રન છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે યુવા ફાસ્ટ બોલર આકાશ સિંહે પ્રથમ ઓવર ફેંકી હતી. સિંહની આ ઓવરમાં શિખર ધવને બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઓવરના અંતે ટીમનો સ્કોર કોઈપણ નુકશાન વિના 11 રન છે.
પંજાબ કિંગ્સના ટાર્ગેટનો પીછો કરવા માટે કેપ્ટન શિખર ધવન પ્રભસિમરન સિંહ સાથે મેદાનમાં આવ્યો છે.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે નિર્ધારિત ઓવરમાં ચાર વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. આ મેચ જીતવા માટે પંજાબને હવે નિર્ધારિત ઓવરોમાં 201 રન બનાવવા પડશે. CSKનો ઓપનર ડેવોન કોનવે આજે પંજાબ સામે જબરદસ્ત લયમાં જોવા મળ્યો હતો. ટીમ માટે ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે તેણે 52 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 92 રનની સર્વોચ્ચ અડધી સદીની ઇનિંગ રમી હતી.
ધોનીએ ક્રિઝ પર આવતાની સાથે જ સિક્સ ફટકારી. ત્યારબાદ 20મી ઓવરના છેલ્લા બોલ પર બીજી સિકસ ફટકરી હતી
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને રવિન્દ્ર જાડેજાના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો છે. ટીમ માટે પાંચમા ક્રમે બેટિંગ કરી રહેલો જાડેજા 10 બોલમાં 12 રન બનાવીને સેમ કુરનનો શિકાર બન્યો છે.
કોનવે 19મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ડેવોન કોનવે તેની પ્રથમ આઈપીએલ સદીની ખૂબ નજીક છે. હાલમાં તે પોતાની ટીમ માટે 46 બોલમાં 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન બનાવીને રમી રહ્યો છે.
17 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર ત્રણ વિકેટે 169 રન છે. કોનવે તેની સદીની નજીક છે.
કોનવે 17મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો
મોઈન અલીના રૂપમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. CSK માટે ચોથા નંબર પર બેટિંગ કરી રહેલો અલી પાંચ બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવીને રાહુલ ચહરનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 16.1 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 158 રન છે.
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ડેવોન કોનવેનું બેટ જોરદાર ચાલે છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે 175.00ના સ્ટ્રાઈક રેટથી 40 બોલમાં 70 રન બનાવીને ટીમ માટે રમી રહ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને એક છગ્ગા નીકળ્યા છે.
ડેવોન કોનવે 16મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 146 /2 છે. મોઈન અલી 5 રન અને કોનવે 70 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
ડેવોન કોનવે 15મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને શિવમ દુબેના રૂપમાં વધુ એક ઝટકો લાગ્યો છે. CSK માટે ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલો દુબે 17 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 28 રન બનાવીને અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 14 ઓવરના અંતે બે વિકેટના નુકસાન પર 130 રન છે.
13ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 121 રન છે. શિવમ દુબે 22 અને ડેવોન કોનવે 57 રને રમી રહ્યા છે. કોનવેએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિઝનમાં આ તેની પાંચમી અડધી સદી છે. કોનવેએ 9 ફોર અને 1 સિક્સર ફટકારી છે.
ડેવોન કોનવે 13મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ડેવોન કોનવે 30 બોલમાં પોતાની અર્ધી સદી પૂરી કરી છે. આ ઇનિંગમાં તેણે અત્યાર સુધીમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ચેન્નાઇનો સ્કોર 12 ઓવર બાદ એક વિકેટે 107 રન છે.
શિવમ દુબે 12મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી
ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. ઋતુરાજના આઉટ થયા બાદ શિવમ દુબે ક્રિઝ પર આવ્યો છે અને શરૂઆતથી જ મોટા શોટ રમી રહ્યો છે. કોનવે સાથે તેની સારી ભાગીદારી છે.
શિવમ દુબે 11મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી
10 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 94/0 છે. શિવમ દુબે 6 બોલમાં 6 રન અને કોનવે 29 બોલમાં 47 રન બની ક્રિઝ પર રમી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પહેલો ઝટકો ઓપનર ઋતુરાજ ગાયકવાડના રૂપમાં લાગ્યો છે. ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે ગાયકવાડ 31 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 37 રન બનાવીને સિકંદર રઝાનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 9.4 ઓવરના અંતે એક વિકેટના નુકસાને 86 રન છે.
ડેવોન કોનવે 10મી ઓવરના પહેલા અને બીજા બોલ પર ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા
કોનવે નવમી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી
ડેવોન કોનવે આઠમી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
7 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 62 રન છે. ગાયવાડ 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 અને કોનવે પાંચ ચોગ્ગાની મદદથી 25 રને રમી રહ્યા છે
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 57 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે સારા સંપર્કમાં છે. બંને મોટી ભાગીદારી કરીને ચેન્નાઈને સારા સ્કોર સુધી લઈ જવા ઈચ્છશે.
ચેન્નાઈએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે મજબૂત શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં કોઈપણ નુકશાન વગર 57 રન બનાવ્યા છે. ડેવોન કોનવે (23) ઋતુરાજ ગાયકવાડ (30) સાથે મેદાનમાં રમી રહ્યા છે.
ઋતુરાજ ગાયકવાડે છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ચહરે પાંચમી ઓવરમાં 9 રન આપ્યા હતા. 5 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર કોઈ વિકેટ વિના 41 રન છે. ગાયકવાડ 24 અને કોનવે 14 રન બનાવી રમી રહ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સનો 26 વર્ષીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ પંજાબ કિંગ્સ સામે સારા ટચમાં જોવા મળી રહ્યો છે. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે ટીમ માટે અત્યાર સુધી 16 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન આવ્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ શરૂ કરી છે. ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. પંજાબ માટે ત્રીજી ઓવર અર્શદીપ સિંહ લઈને આવ્યો હતો. 3 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 29 /0
ડેવોન કોનવે ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
ઋતુરાજ ગાયકવાડે ત્રીજી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ ત્રીજા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો
બીજી ઓવર કાગીસો રબાડા લઈને આવ્યો હતો.2 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 16 /0 છે.
ડેવોન કોનવે બીજી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો ત્યારબાદ પાંચમાં બોલ પર કાગીસો રબાડાના બોલ પર ફરી એક ચોગ્ગો ફટકાર્યો
1 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 5 /0 છે.ડેવોન કોનવે 0 બોલમાં 0અને ઋતુરાજ ગાયકવાડ 6 બોલમાં 5 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે. પ્રથમ ઓવરમાં પંજાબે તેનો રિવ્યુ પણ ગુમાવ્યો છે
મેચ શરુ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર,અર્શદીપ સિંહ પ્રથમ બોલિંગ કરી રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સ પ્લેઓફને નજરમાં રાખી પુરો દમ લગાવતી નજર આવશે. આ પણ વાંચો : CSK vs PBKS Playing XI IPL 2023: ચેન્નાઈએ ટોસ જીત્યો, બોલર્સને મોકો આપવા માટે બેટિંગ પસંદ કરી-ધોની
ચેન્નાઈ સુપર કિંગ્સ: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, મોઈન અલી, મહેન્દ્ર સિંહ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષાના, મથિશા પથિરાના.
પંજાબ કિંગ્સ: શિખર ધવન, અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, જીતેશ શર્મા, સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.
ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબના કેપ્ટન શિખર ધવને જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.
#CSKvsPBKS: CSK wins toss and opts for batting first #IPL2O23 #TV9News pic.twitter.com/Mf4v40baYv
— Tv9 Gujarati (@tv9gujarati) April 30, 2023
ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાનારી મેચ માટે બપોરે 3 વાગ્યે ટોસ થશે. જ્યારે મેચ બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે.
ચેન્નાઈ અને પંજાબની ટીમો કુલ 27 વખત આમને-સામને આવી ચુકી છે. આમાંથી 15 મેચ ચેન્નાઈ અને 12 મેચ પંજાબે જીતી છે. ચેપોકમાં બંને ટીમો છ વખત આમને-સામને આવી ચુકી છે. જેમાંથી ચાર મેચ ચેન્નાઈ અને બે મેચ પંજાબે જીતી છે. બંને વચ્ચેની છેલ્લી પાંચ મેચમાંથી પંજાબે છેલ્લી ત્રણ મેચમાં જીત મેળવી છે. આ સાથે જ ચેન્નાઈએ આ પહેલા બે મેચ જીતી હતી.
ચેન્નાઈમાં આજે એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને શિખર ધવનની પંજાબ કિંગ્સ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાશે. છેલ્લી 3 મેચમાં ચેન્નાઈ પંજાબને એક પણ વખત હરાવી શકી નથી.
Published On - 2:59 pm, Sun, 30 April 23