CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે

|

Sep 26, 2021 | 9:43 AM

IPL 2021 માં આજે CSK અને KKR ની બીજી ટક્કર થશે. અગાઉ બંને વચ્ચે પ્રથમ ટક્કર મુંબઈમાં થઇ હતી, જેમાં ચેન્નાઈએ કલકત્તાને 18 રનથી હરાવ્યું હતું.

CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે
MS Dhoni-Eoin Morgan

Follow us on

IPL 2021 માં આજે સુપર સંડે છે. તેનો મતલબ ડબલ ધમાલ થશે. આજની પ્રથમ મેચ ટીમ ધોની (MS Dhoni) એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે. IPL 2021 ના ​​બીજા તબક્કાની શરૂઆત પહેલા, KKR ના કેપ્ટન ઈયોન મોર્ગને (Eoin Morgan) કહ્યું હતું કે, તેની પાસે હવે ગુમાવવાનું કંઈ નથી તેથી ફિયરલેસ ક્રિકેટ રમીશુ. તેના આ ઈરાદાની અસર ટીમના પ્રદર્શન પર પડી. KKR અત્યાર સુધી બીજા હાફમાં પોતાની બંને મેચ સુંદર રીતે રમી હતી.

તેણે RCB સામે 10 ઓવરમાં 93 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. તો બીજી મેચમાં મુંબઈ ઇન્ડીયન્સે આપેલા લક્ષ્યાંકનો પીછો માત્ર 15.1 ઓવરમાં કર્યો હતો. આ બે જીત KKR માટે સંજીવન તરીકે કામ કરી ગઇ. પ્લે-ઓફમાં પહોંચવાની તેની આશાને જીવંત બનાવી દીધી હતી. એટલે કે, હવે CSK સામેની જીત તેના આગળનો માર્ગ સરળ બનાવી શકે છે. પરંતુ આ કાર્ય સરળ રહેશે નહીં કારણ કે ધોની (Dhoni) ની સુપર કિંગ્સ બીજા હાફમાં માત્ર વિજય રથ પર સવાર નથી, પણ પ્લે-ઓફ રમવાનો દાવેદાર પણ છે.

IPL 2021 માં આજે CSK અને KKR ની બીજી ટક્કર થશે. અગાઉ બંને વચ્ચે પ્રથમ મુકાબલો મુંબઈમાં યોજાયો હતો, જેમાં ચેન્નાઈએ કોલકાતાને 18 રનથી હરાવ્યું હતું. છેલ્લી 5 મેચમાં પણ કલકત્તા નાઈટ રાઈડર્સ ઉપર ચેન્નાઇ સુપર કિંગ્સનો હાથ ઉંચો છે. બંને ટીમો વચ્ચે છેલ્લી 5 મેચમાં, CSK એ 4 મેચ જીતી છે. અત્યાર સુધી બંને ટીમો IPL ની પિચ પર 26 વખત ટકરાઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 16 વખત અને કોલકાતા નાઈટ રાઈડર્સ માત્ર 9 વખત જીતી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આંકડા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે

એકંદરે આંકડાઓને જોવામાં આવે તો યલો જર્સી સાથે છે. આવી સ્થિતિમાં, મોર્ગનની સેના માટે આજે મેદાનમાં ટકરાવું એટલું સરળ રહેશે નહીં, જેટલું છેલ્લી બે મેચમાં હતું. કારણ કે આજે તેણે માત્ર એક ટીમ સાથે જ નહીં પણ, ધોનીના ક્રિકેટિંગ દિમાગ સાથે પણ લડવાનું છે. કાગળ પર બંને ટીમો મજબૂત છે. બંનેની તાજેતરની રમત જબરદસ્ત છે. બંનેની તાકાત તેમની ઓપનિંગ જોડી છે. પરંતુ, એક વસ્તુ જે CSK ની તરફેણમાં જાય છે તે છે, ખેલાડીઓનો અનુભવ અને દરેક મેચમાં જીતવાના અલગ કેરેકટર. તે સ્પષ્ટ છે કે કલકત્તા નાઈટ રાઈડર્સે આજે જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે.

 

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

Next Article