હાર્દિક પંડ્યાએ ગુપચુપ રીતે માહિકા શર્મા સાથે સગાઈ કરી? વિશ્વાસ ના આવતો હોય, તો જોઈ લો આ વાયરલ Video

શું હાર્દિક પંડ્યાએ ફરી સગાઈ કરી લીધી છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે હાર્દિક અને મહિકાએ સગાઈ કરી લીધી છે.

હાર્દિક પંડ્યાએ ગુપચુપ રીતે માહિકા શર્મા સાથે સગાઈ કરી? વિશ્વાસ ના આવતો હોય, તો જોઈ લો આ વાયરલ Video
Image Credit source: Instagram
| Updated on: Nov 30, 2025 | 8:41 PM

શું હાર્દિક પંડ્યાએ ફરી સગાઈ કરી લીધી છે? ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં વ્યસ્ત છે અને એવામાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, પંડ્યાએ તેની નવી ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે સગાઈ કરી લીધી છે.

વીડિયો થયો વાયરલ

એક વાયરલ વીડિયોમાં હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા એકસાથે બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે, જ્યારે એક પુજારી મંત્રોચ્ચાર કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની સગાઈ થઈ ગઈ છે. હવે રસપ્રદ વાત એ છે કે, મહિકાની આંગળી પર હીરાની વીંટી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

હાર્દિક અને મહિકાની સગાઈની અફવાઓ ઘણા દિવસોથી ફેલાઈ રહી છે. જો કે, તાજેતરમાં મહિકાએ આ અફવાઓને નકારી કાઢી હતી. આ વીડિયો સામે આવતા એકવાર ફરી તેમની સગાઈની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

હાર્દિક પંડ્યા અને મહિકા શર્મા છેલ્લા કેટલાક સમયથી સાથે છે. તેઓ પહેલી વાર મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમના વેકેશનના ફોટા સામે આવ્યા છે. હાર્દિકે પોતે ઇન્સ્ટાગ્રામ પર મહિકા સાથેનો ફોટો શેર કરીને તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.

મહિકા શર્માએ અફવાઓને ફગાવી

સગાઈ અંગે મહિકા શર્માએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સ્ટોરી શેર કરી છે. જો કે, મહિકા શર્માએ સગાઈની અફવાઓને ફગાવી દીધી છે. ત્યારથી આ નવા વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

હાર્દિક પંડ્યાએ અગાઉ વર્ષ 2020 માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ બાદ તેમને અગસ્ત્ય નામનો પુત્ર છે. જો કે, વર્ષ 2024 માં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા થયા હતા.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ બાદ શું ‘BCCI’ વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટ રમવા પરત બોલાવશે? આ એક રિપોર્ટથી લોકોના હોશ ઊડી ગયા

Published On - 8:41 pm, Sun, 30 November 25