
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરની બહેન માલતી ચહરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફેન્સ સાથે પોતાના દિલની લાગણીઓ શેર કરી રહી છે. માલતી ચહર ખૂબ જ નારાજ છે અને તેણે કારમાં એક વીડિયો બનાવી લોકોને આ વાત જણાવી છે. દીપક ચહરની બહેન માલતી મુંબઈમાં એક અભિનેત્રી છે, તે મોડેલિંગ પણ કરે છે. પ્રશ્ન એ છે કે માલતીને કોણ પરેશાન કરી રહ્યું છે?
દીપક ચહરની બહેન કોઈ વ્યક્તિથી નહીં પણ મુંબઈના હવામાનથી પરેશાન છે. માલતી ચહરે તેની કારમાં એક વીડિયો બનાવ્યો અને કહ્યું, ‘મુંબઈમાં વરસાદ વિશે મારે કંઈક કહેવું છે, તેણે મને પરેશાન કરી છે. બધે વરસાદની ગંધ છે. મને તેનાથી ખૂબ એલર્જી થઈ રહી છે. મને ફક્ત છીંક આવે છે. પાછો વરસાદ આવ્યો. મુંબઈ અને વરસાદ, હવે હું કેવી રીતે બહાર જઈશ. છત્રી પણ ડિક્કીમાં રાખી છે.’
malti chahar is not happy, she is frustrated, find out why #maltichahar #MumbaiRain pic.twitter.com/aOjparH9RO
— ANOOP DEV (@AnoopCricket) August 20, 2025
ભારે વરસાદને કારણે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મંગળવારે મુંબઈમાં 300 mm વરસાદ પડ્યો હતો, જેના પછી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો પણ મોડી દોડવા લાગી હતી. એટલું જ નહીં, મુંબઈ જતી-આવતી ફ્લાઈટ્સ પણ મોડી પડી હતી. આગામી 2-3 દિવસમાં મુંબઈમાં ફરી ભારે વરસાદની શક્યતા છે અને આ જ કારણ છે કે દીપક ચહરની બહેન ખૂબ ચિંતિત છે.
માલતી ચહર એક મોડેલ, અભિનેત્રી અને કોરિયોગ્રાફર છે. માલતીએ સૌપ્રથમ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને વિવિધ બ્રાન્ડ્સ માટે ફોટોશૂટ અને જાહેરાતોમાં કામ કર્યું. માલતીને હજુ સુધી કોઈ મોટી ફિલ્મ મળી નથી, પરંતુ તેણે કેટલાક નાના એક્ટિંગ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. માલતી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. માલતી ઘણીવાર ક્રિકેટ સ્ટેડિયમમાં તેના ભાઈ દીપકને સપોર્ટ કરતી જોવા મળે છે.
આ પણ વાંચો: VIDEO : શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠાએ તેના રૂમર્ડ બોયફ્રેન્ડને જૂતાથી માર્યો, જુઓ વીડિયો