IND v PAK ODI World Cup: ભારત-પાકિસ્તાન મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાની શક્યતા, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

|

May 05, 2023 | 3:26 PM

IND v PAK ODI World Cup: ભારત અને પાકિસ્તાનની ટીમ વનડે વિશ્વ કપમાં આમને સામને થશે. પાકિસ્તાન વર્ષ 2016 પછી પ્રથમ વખત ભારતના મેદાન પર ભારતીય ટીમ સામે મુકાબલામાં ઉતરી શકે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ શકે છે.

IND v PAK ODI World Cup: ભારત-પાકિસ્તાન મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાની શક્યતા, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
India vs Pakistan 2023 ODI World Cup match likely at Narendra Modi Stadium

Follow us on

આઇસીસી વનડે Cricket World Cup 2023નું આયોજન આ વર્ષે ભારતમાં થવા જઇ રહ્યુ છે. ક્રિકેટના આ વિશ્વ કપમાં દુનિયાભરની ટીમો ભાગ લેવા જઇ રહી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં આયોજિત થનાર આઇસીસીની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ પહેલા ભારતીય ક્રિકેટ ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચેનો મહામુકાબલો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઇ શકે છે. 2016 પછી ભારતના મેદાનમાં વનડે વિશ્વ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળી શકે છે.

એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈવોલ્ટેજ મુકાબલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સોંપવાનો નિર્ણય કર્યો છે. દેશના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ફેન્સના બેસવાની ક્ષમતા 1 લાખથી વધુની છે. આઈપીએલની 16મી સીઝન બાદ બીસીસીઆઈ તરત જ વનડે વિશ્વ કપના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો:  IPL : આઇપીએલના ઇતિહાસમાં કયા બેટ્સમેનના નામે છે સૌથી વધુ ‘ડકનો’ રેકોર્ડ ?

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિશ્વ કપનું આયોજન 5 ઓક્ટોબરથી શક્ય

જો બધુ જ આયોજન પ્રમાણે રહ્યુ તો વનડે વિશ્વ કપનું આયોજન 5 ઓક્ટોબરથી ભારતમાં થઈ શકે છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે 12 વેન્યૂ શોર્ટ લિસ્ટ કરાયા છે, જેમાં નાગપુર, બેંગલોર, ત્રિવેંદ્રમ, મુંબઇ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકત્તા, રાજકોટ, ઈન્દોર, બેંગલોર અને ધર્મશાલા સામેલ છે. કાર્યક્રમ પ્રમાણે આ વેન્યૂ માંથી ફક્ત 7 વેન્યૂ ભારતની મેચનું આયોજન કરશે. જો ભારતીય ક્રિકેટ ટીમ ફાઈનલમાં પહોંચશે તો અમદાવાદમાં ટીમ બે મેચ રમશે કારણ કે તે પણ શક્યતા છે કે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. કાર્યક્રમ બનાવવામાં ચોમાસાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો: T20 મેચમાં આવ્યુ તોફાન, 1 ઓવરમાં બન્યા 46 રન ! બેટ્સમેને બોલરના ઉડાવ્યા હોશ, જુઓ Video

પાકિસ્તાનની વધુ મેચ ચેન્નઈ અને બેંગલોરમાં રમાશે

અહેવાલ મુજબ સુરક્ષા કારણોસર પાકિસ્તાનની ટીમ પોતાની વધુમાં વધુ મેચ ચેન્નઇ અને બેંગલોરમાં રમી શકે છે, જ્યારે ત્રીજા વેન્યૂ તરીકે કોલકત્તાને ફાઈનલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની વધુ મેચ પણ કોલકત્તા અને ગુવાહાટીમાં રમાઇ શકે છે. આ નિર્ણય બાંગ્લાદેશના ક્રિકેટ ફેન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article