Crciket: ભારત સામે ઈંગ્લેન્ડનો નવો દાવ, પાકિસ્તાનને ખુશ કરવા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કર્યો આવો નિર્ણય

માન્ચેસ્ટર ટેસ્ટને રદ થવા બાદ આઈપીએલ ટીમોને પરેશાન કરવા માટે આ ઈંગ્લેન્ડની બીજી ગુગલી છે.

Crciket: ભારત સામે ઈંગ્લેન્ડનો નવો દાવ, પાકિસ્તાનને ખુશ કરવા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કર્યો આવો નિર્ણય
ECB-IPL2021
| Edited By: | Updated on: Sep 13, 2021 | 7:58 PM

ઈંગ્લેન્ડના ખેલાડીઓને લઈને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે (England Cricket Board) હવે નવો દાવ ખેલ્યો છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓને IPL 2021ના પ્લેઓફથી હટાવીને પાકિસ્તાન (Pakistan) સામેની સિરીઝમાં સામેલ કરવામાં આવશે.

 

આમ હવે ઈંગ્લીશ બોર્ડ અને ખેલાડીઓ તેમના અસલી કલરમાં જોવા મળશે. ભારતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝની અંતિમ ટેસ્ટને રદ કરી દેવામાં આવી હતી. ત્યારથી ઈંગ્લેન્ડ તેના અલગ જ વર્તનમાં જોવા મળી રહ્યુ છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈંગ્લેન્ડના ખેલાડીઓ IPL 2021ના પ્લેઓફમાં જોવા નહીં મળી શકે. જે ખેલાડીઓ T20 વિશ્વકપનો હિસ્સો છે.

 

ભારતને નુકસાન પહોંચાડવા અને આઈપીએલ ટીમોને પરેશાન કરવા માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ઈંગ્લેન્ડની આ બીજી ગુગલી છે. અહેવાલો અનુસાર ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે જે ખેલાડીઓ T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહ્યા છે, તેમણે પોતાની જમીન પર યોજાનારી પાકિસ્તાન સામે 2 મેચની T20 શ્રેણીમાં ભાગ લેવો જોઈએ.

 

આનો અર્થ એ થયો કે ઈઓન મોર્ગન, મોઈન અલી, સેમ બિલિંગ્સ, સેમ કરન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, જેસન રોય, ક્રિસ વોક્સ, ટોમ કરન જેવા ખેલાડીઓ આઈપીએલ 2021ના ​​પ્લેઓફમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે નહીં.

 

ઈંગ્લેન્ડ પાકિસ્તાનને ખુશ કરવા ગયું!

ઈંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ પાકિસ્તાનમાં યોજાનારી ટી 20 શ્રેણીને T20 વર્લ્ડકપની છેલ્લી તૈયારી તરીકે જોઈ રહ્યું છે. UAEમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે. ઈંગ્લેન્ડ બોર્ડ ઈચ્છે છે કે આઈસીસી ઈવેન્ટ માટે પસંદ કરાયેલા તેના તમામ ખેલાડીઓ પાકિસ્તાન સામેની શ્રેણીનો ભાગ બને. જોકે આ માટે તેણે આઈપીએલ પ્લેઓફ મેચો છોડવી પડશે.

 

ઈંગ્લેન્ડ 9 ઓક્ટોબરે પાકિસ્તાનમાં, 10 ઓક્ટોબરથી પ્લેઓફ

ઈંગ્લેન્ડની ટીમે 9 ઓક્ટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. તે જ સમયે IPL પ્લેઓફ મેચો 10 ઓક્ટોબરથી શરૂ થશે. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ તેના ખેલાડીઓને કોઈપણ કિંમતે પાકિસ્તાનમાં શ્રેણી રમતા જોવા માંગે છે. ઈંગ્લેન્ડની ટીમ UAEમાં 2 વોર્મ-અપ મેચ પણ રમશે અને તેમાં પણ ECB તેના તમામ ખેલાડીઓની હાજરી ઈચ્છે છે.

 

આ પહેલા બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, ડેવિડ મલાન જેવા ખેલાડીઓએ IPL 2021માંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આઈપીએલની ફ્રેન્ચાઈઝી ઈંગ્લીશ ખેલાડીઓના આ પગલાથી નારાજ હતી. તેણે આ અંગે BCCIને ફરિયાદ પણ કરી છે. આઈપીએલ ટીમો અનુસાર ગુરુવાર સુધી બધુ બરાબર હતું. તેમણે ઈંગ્લેન્ડના ખેલાડીઓ સાથે પણ વાત કરી હતી, તેઓ બધા આવવા માટે તૈયાર હતા. પરંતુ પછી અચાનક શનિવારે તેણે IPL 2021માં ભાગ લેવાનો અંગત કારણો દર્શાવીને ઈનકાર કરી દીધો.

 

 

આ પણ વાંચોઃ ICC: જો રુટે હાંસલ કર્યુ આ મહત્વનું સન્માન, જસપ્રિત બુમરાહ પણ હતો સન્માનની રેસમાં, ટેસ્ટ સિરીઝમાં રન ખડકતા મળ્યો ફાયદો

 

આ પણ વાંચોઃ IPL 2021: એક ભારતીય ઓલરાઉન્ડર સહિત આ ખેલાડીઓ ફટકારી ચુક્યા છે, IPL ના ઇતિહાસની સૌથી ઝડપી ટોપ ફાઇવ સદી