CPL 2021: આ ખેલાડીએ સુપરમેન સ્ટાઇલમાં મુશ્કેલ કેચ ઝડપ્યો, હવામાં ઉડીને એક હાથે કર્યો કેચ, જુઓ VIDEO

|

Sep 03, 2021 | 9:03 AM

CPL 2021 માં એક ખેલાડીએ એવો કેચ ઝડપ્યો કે, બોલર્સથી લઇ બેટ્સમેન સહિત ટીમના ખેલાડીઓ પણ તે જોઇને દંગ રહી ગયા. ગજબનો ઝડપ્યો મુશ્કેલ કેચ.

CPL 2021: આ ખેલાડીએ સુપરમેન સ્ટાઇલમાં મુશ્કેલ કેચ ઝડપ્યો, હવામાં ઉડીને એક હાથે કર્યો કેચ, જુઓ VIDEO
Akeal Hossain

Follow us on

ટી20 ક્રિકેટ (T20 Cricket) એક એવું ફોર્મેટ છે જ્યાં ઘણી બધી વસ્તુઓ થાય છે જે આશ્ચર્યચકિત કરી દે છે. તોફાની બેટિંગથી કરકસરભરી બોલિંગ અને આશ્ચર્યજનક ફિલ્ડિંગ પણ. હાલમાં, કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2021) રમાઈ રહી છે, જ્યાં આ લીગમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું છે. સીપીએલમાં એક ખેલાડીએ એવો કેચ પકડ્યો છે કે જેને જોઈને સૌ કોઇ દંગ રહી ગયા. આ મુશ્કેલ કેચ ઝડપનાર ખેલાડીનું નામ અકીલ હુસૈન (Akeal Hossain) છે.

અકીલ હુસૈન ત્રિનિબાગો નાઈટ રાઈડર્સ (Trinibago Knight Riders) તરફથી રમી રહ્યો છે. જેની કેપ્ટનશીપ કિયરોન પોલાર્ડ કરે છે. નાઈટ રાઈડર્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ (Guyana Amazon Warriors) વચ્ચે રમાયેલી મેચમાં અકીલે આ શાનદાર કેચ પકડ્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

એમેઝોનની ટીમ નાઈટ રાઈડર્સે આપેલા 139 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. ઇનિંગ્સની 18 મી ઓવરમાં રવિ રામપાલે એમેઝોન વોરિયર્સના કેપ્ટન નિકોલસ પૂરનને ઓફ-સ્ટમ્પની બહાર બોલ કર્યો હતો. પૂરન આ બોલ પર ઓફ-સ્ટમ્પની બહાર ગયો અને કવર્સ પર શોટ રમ્યો હતો. પરંતુ પૂરનને ખબર નહોતી કે ત્યાં ફિલ્ડર અકીલ છે અને તે આટલો મોટો અને મુશ્કેલ કેચ શાનદાર રીતે ઝીલી શકશે.

અકીલે, બાઉન્ડ્રીની આગળ જ ઉભા રહીને, બોલને સારી રીતે જજ કર્યો અને આગળની તરફ મોં કરીને, પાછળ જવાનુ શરૂ કર્યું. જેવુ એને લાગ્યું કે બોલ તેની ઉપરથી જઈ રહ્યો છે, તેણે બાઉન્ડરીની લગોલગ હવામાં કૂદકો માર્યો અને એક હાથથી શાનદાર કેચ ઝડપી લીધો. કેચ પકડ્યા બાદ તેણે પોતાની જાતને સારી રીતે સંભાળી લીધી અને તેના શરીરને બાઉન્ડ્રીને સ્પર્શ થવા નહોતો દીધો. જોકે આમ છતાં તેનો આ મુશ્કેલ કેચ ટીમને જીત અપાવી શક્યો નહોતો.

મેચ સુપર ઓવરમાં પહોંચી હતી

બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક હતી. મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં એમેઝોન વોરિયર્સ જીત્યું. પ્રથમ બેટિંગ કરતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં નવ વિકેટે 138 રન બનાવ્યા હતા. એમેઝોનની ટીમ પણ સમાન સ્કોર બનાવે છે. પછી મેચ સુપર ઓવરમાં ગઈ જ્યાં એમેઝોને નાઈટ રાઈડર્સને છ રનનો ટાર્ગેટ આપ્યો પરંતુ પોલાર્ડની ટીમ આ લક્ષ્ય હાંસલ કરી શકી નહીં અને મેચ એક રનથી હારી ગઈ.

શેફર્ડ એમેઝોનની જીતનો હિરો

રોમેરિયા શેફર્ડ એમેઝોનની આ જીતનો હીરો હતો. શેફાર્ડે પ્રથમ ચાર ઓવરમાં માત્ર 24 રન આપીને ત્રણ વિકેટ લીધી અને નાઈટ રાઈડર્સને મોટો સ્કોર થવા દીધો નહીં. જ્યારે જરૂર પડે ત્યારે તેણે બેટથી કમાલ પણ કર્યો હતો. તેણે મુશ્કેલ સમયમાં નવ બોલમાં 18 રન બનાવ્યા હતા, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો.

આ પછી, તેણે નાઈટ રાઈડર્સને સુપર ઓવરમાં સરળ લક્ષ્ય હાંસલ કરવા દીધો નહીં. તેણે સુપર ઓવરના પહેલા જ બોલ પર પોલાર્ડને આઉટ કરીને પોતાની ટીમને મોટી સફળતા આપી. આ પછી તેણે કોલિન મનુરો અને ટિમ સીફર્ટ જેવા બેટ્સમેનોને રન બનાવવા દીધા નહીં.

 

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને બહાર રાખવાને લઈને વિવાદ વકર્યો, કોહલીએ કરેલી સ્પષ્ટતા દિગ્ગજોના ગળે ના ઉતરી, ઉલ્ટાનું ‘પાગલપન’ કહી સંભળાવ્યુ!

આ પણ વાંચોઃ IND vs ENG: એક વર્ષ બાદ ટેસ્ટ રમવા મેદાને પરત આવેલા ખેલાડીએ રોહિત શર્માને પ્રથમ ઓવરમાં જ બનાવ્યો પોતાનો શિકાર

Next Article