ઇંગ્લેંડમાં ખરા મિશનને હજુ અઢી મહિનાથી વધુ સમય બાકી છે. પરંતુ, હવે તેને સફળ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે મહત્વનો બેટ્સમેન ઈંગ્લેન્ડ પહોંચી ચૂક્યો છે, તેના માટે ત્યાં જવું પણ જરૂરી હતું. કારણ છે ટીમ ઈન્ડિયામાં પોતાના ફોર્મની સાથે સાથે સ્થાન ગુમાવવાનું. અમે વાત કરી રહ્યા છીએ ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara) ની, જે ઈંગ્લેન્ડ પહોંચીને મિશન પર છે. તે કાઉન્ટી ક્રિકેટ (Cheteshwar Pujara) માં ભાગ લેવા માટે ત્યાં ગયો છે. પરંતુ, આના દ્વારા તેનો ઇરાદો તેનું ફોર્મ શોધવાનો રહેશે. તેનો પ્રયાસ ટીમ ઈન્ડિયા (Team India) માં સ્થાન બનાવવાનો રહેશે, જે ઈંગ્લેન્ડના પ્રવાસે જનાર છે. જ્યાં 1 જુલાઈથી રમાનારી ટેસ્ટ મેચમાં ભાગ લેશે.
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ટેસ્ટ મેચ અગાઉના પ્રવાસ પર રમાયેલી શ્રેણીનો ભાગ હશે. ટેસ્ટ મેચની તે શ્રેણીમાં ભારતીય ટીમ 2-1 થી આગળ રહી છે. આવી સ્થિતિમાં ભારત 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન રમાનારી ટેસ્ટ જીતે છે, તો સિરીઝ પર 3-1 થી કબજો કરી લેશે. આ સાથે ઈંગ્લેન્ડ માટે પણ સિરીઝ ડ્રો કરવાની તક રહેશે.
ચેતેશ્વર પૂજારા 14 એપ્રિલથી ઈંગ્લેન્ડ સામે જુલાઈમાં રમાનારી ટેસ્ટ મેચની તૈયારી શરૂ કરશે, જ્યારે તે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની પ્રથમ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. કાઉન્ટી ક્રિકેટમાં પૂજારા સસેક્સ ટીમનો ભાગ છે. સસેક્સે પુજારાનો ટીમ સાથે જોડાતા વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે કહેતો જોવા મળે છે કે તે તેના માટે કેટલો આતુર છે.
Look who’s arrived… 🤩
Welcome, @cheteshwar1. 👋 pic.twitter.com/pLZdLIF1aY
— Sussex Cricket (@SussexCCC) April 8, 2022
ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લેતા પહેલા સસેક્સમાં જોડાવા માટે ઈંગ્લેન્ડ પહોંચવું પડ્યું હતું. પરંતુ, વિઝા મેળવવામાં વિલંબના કારણે તે 7 એપ્રિલથી શરૂ થયેલી પ્રથમ મેચથી દૂર રહ્યો. ચેતેશ્વર પૂજારા માટે સસેક્સ તેની ચોથી ટીમ છે. તે અગાઉ ડર્બીશાયર, નોટિંગહામશાયર અને યોર્કશાયર તરફથી રમી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટેવિસ હેડના સ્થાને સસેક્સે પોતે ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટની પસંદગી કરી હતી. સસેક્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં તેની બીજી મેચ 14 એપ્રિલે રમશે. આ મેચ ડર્બીશાયર સામે થશે.
પુજારા ગત સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો. પરંતુ તેને આ વખતની સિઝન માટે રિટેન કર્યો નહોતો આમ તેણે ફરીથી ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. પરંતુ ભારતીય ક્રિકેટના આ સિનીયર ખેલાડીની આઇપીએલની કોઈ ફેન્ચાઈઝીએ ખરીદવા માટે રસ દાખવ્યો નહોતો. તેનુ પ્રદર્શન ઝડપી રમત ની ટૂર્નામેન્ટ આઇપીએલના અનુરુપ હાલમાં નથી અને એટેલ જ કોઈ ટીમે તેની પર ભરોસો દાખવ્યો નથી એ સ્વાભાવિક છે. તે આઇપીએલમાં 30 મેચ રમ્યો છે અને જેમાં તેણે 390 રન નોંધાવ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 9:01 am, Sat, 9 April 22