Chennai Super Kings IPL 2022 Schedule and Squad: રવિન્દ્ર જાડેજાની આગેવાની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યારે અને કોની સામે ટકરાશે, જાણો પુરુ શેડ્યૂલ

|

Mar 25, 2022 | 10:37 AM

Chennai Super Kings IPL 2022 Full schedule: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

Chennai Super Kings IPL 2022 Schedule and Squad: રવિન્દ્ર જાડેજાની આગેવાની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્યારે અને કોની સામે ટકરાશે, જાણો પુરુ શેડ્યૂલ
Ravindra Jadeja ચેન્નાઈ ટીમની આગેવાની સંભાળી રહ્યો છે

Follow us on

IPLના ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ટાઈટલ જીતવામાં બીજા નંબર પર છે. તેની પાસે ચાર આઈપીએલ ટ્રોફી છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સથી વધુ કંસિસ્ટેંટ કોઈ ટીમ નથી. જ્યારે પણ આ ટીમ આઈપીએલ રમવા મેદાને ઉતરી છે ત્યારે માત્ર એક જ વખત વર્ષ 2020 ને બાદ કરતા તમામ વખત પ્લેઓફમાં ગઈ છે. નવ વખત તે ફાઈનલ રમી ચૂક્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પણ IPL 2022 માં ટાઈટલ જીતવાની મોટી દાવેદાર બનવા જઈ રહી છે. જોકે આ વખતે ટીમ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ને બદલે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના રૂપમાં નવા કેપ્ટનના નેતૃત્વમાં રમશે. ધોનીએ 24 માર્ચે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.

IPL 2022માં પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સનો છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં 26 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાનું છે. આ બંને ટીમો ગત સિઝનની ફાઇનલિસ્ટ રહી છે. આ કારણોસર, આ વખતે તેઓ પ્રારંભિક મેચમાં ટકરાશે. આ વખતે આઈપીએલમાં 10 ટીમો છે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટનું ફોર્મેટ બદલાઈ ગયું છે. CSK પોતાના ગ્રુપની ચાર ટીમો સામે બે મેચ રમશે. તે જ સમયે, અન્ય જૂથની એક ટીમની બે મેચો હશે, જ્યારે અન્ય ચારમાં એક-એક મેચ હશે. CSKના ગ્રુપમાં તેના સિવાય ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો છે.

CSKને બીજા ગ્રુપની ટીમોમાંથી મુંબઈ ઈન્ડિયન્સ સામે બે મેચ રમવાની છે. આ સમયે તેની લખનૌ સુપરજાયન્ટ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે એક-એક મેચ છે. ચેન્નાઈની પહેલી મેચ 26 માર્ચે અને છેલ્લી 20 મેના રોજ છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

ચેન્નાઈ સુપર કિંગ્સ નુ પુરુ શેડ્યૂલ

તારીખ સમય વિરુદ્ધ સ્ટેડિયમ સ્થળ
26 માર્ચ 3.30 pm કોલકાતા નાઇટ રાઇડર્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
31 માર્ચ 7.30 pm લખનૌ સુપર જાયન્ટ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
3 એપ્રિલ 7.30 pm પંજાબ કિંગ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ
9 એપ્રિલ 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
12 એપ્રિલ 7.30 pm રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
17 એપ્રિલ 7.30 pm ગુજરાત ટાઇટન્સ એમસીએ સ્ટેડિયમ પૂણે
21 એપ્રિલ 3.30 pm મુંબઇ ઇન્ડિયન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
25 એપ્રિલ 7.30 pm પંજાબ કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
1 મે 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ એમસીએ સ્ટેડિયમ પૂણે
4 મે 7.30 pm રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એમસીએ સ્ટેડિયમ પૂણે
8 મે 7.30 pm દિલ્હી કેપિટલ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુબઇ
12 મે 7.30 pm મુંબઇ ઇન્ડિયન્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
15 મે 7.30 pm ગુજરાત ટાઇટન્સ વાનખેડે સ્ટેડિયમ મુબઇ
20 મે 7.30 pm રાજસ્થાન રોયલ્સ બ્રેબોન સ્ટેડિયમ મુબઇ

IPL 2022 ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ

રવીન્દ્ર જાડેજા (કેપ્ટન), એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરગેકર, દીપક ચહર, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, એન જગદીશન,મિશેલ સેંટનર, એડમ મિલ્ને, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, ડ્વેન પ્રિટોરિયસ, મહેશ તિક્ષાણા, સી હરિ નિશાંત, સિમરજીત સિંહ, સુભ્રાંશુ સેનાપતિ, કે ભગત વર્મા.

 

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!

આ પણ વાંચો: MS Dhoni Quits CSK Captaincy: રવિન્દ્ર જાડેજાને આ દિગ્ગજ ખેલાડીનુ બહાર થવુ ફળી ગયુ, આ રીતે કેપ્ટનશીપનો તાજ મળ્યો

 

Published On - 10:35 am, Fri, 25 March 22

Next Article