AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારત સામેની T20 સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, સેમ કરનના ભાઈને પણ મળી તક

ઝિમ્બાબ્વેએ ભારત સામે આગામી શ્રેણી માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે. 79 T20I મેચનો અનુભવ ધરાવતો ખેલાડી 12 મહિના પછી ઝિમ્બાબ્વે ટીમમાં પાછો ફર્યો છે. ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી સેમ કરનના ભાઈને પણ ઝિમ્બાબ્વેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણી 23 જુલાઈથી શરૂ થશે.

Breaking News: ભારત સામેની T20 સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, સેમ કરનના ભાઈને પણ મળી તક
ZimbabweImage Credit source: X/Zimbabwe Cricket
| Updated on: Jul 22, 2026 | 5:35 PM
Share

ઝિમ્બાબ્વેએ ભારત સામે તેની T20 ટીમની જાહેરાત કરી છે. વેસ્લી માધેવેર 12 મહિના પછી ઝિમ્બાબ્વેની T20 ટીમમાં પાછા ફર્યા છે. T20 ટીમમાં બે ખેલાડીઓને પહેલી તક આપવામાં આવી છે, જેમાં એક ફાસ્ટ બોલર ન્યુમેન ન્યામુરી અને બીજો વિકેટકીપર-બેટ્સમેન તફાડ્ઝવા સિગા છે. ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરનના સાચા ભાઈ બેન કુરન પણ ભારત સામેની T20 શ્રેણીમાં રમતા જોવા મળશે. તે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે.

ઝિમ્બાબ્વેની T20 ટીમમાં મોટા ફેરફાર

વેસ્લી માધવેરે, ન્યુમેન ન્યામુરી અને તફાડ્ઝવા સિગાની ત્રિપુટી ઝિમ્બાબ્વેની T20 ટીમમાં ક્લાઈવ મડાન્ડે, ટીનોટેન્ઝા એમપોસા અને શિંગા મુસિકવાની જગ્યા લેશે. આ ત્રણેય ખેલાડીઓ બાંગ્લાદેશ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ઝિમ્બાબ્વે ટીમનો ભાગ હતા.

યુવા ખેલાડીઓને મળી તક

વેસ્લી માધેવેરે ગયા વર્ષે જુલાઈમાં ઝિમ્બાબ્વે માટે પોતાની છેલ્લી T20I રમી હતી. તેણે 79 T20Iમાં 1,256 રન બનાવ્યા છે અને 15 વિકેટ લીધી છે. ટેસ્ટ અને ODI રમી ચૂકેલો ન્યુમેન ન્યામુરી ઝિમ્બાબ્વે માટે પોતાની પહેલી T20Iની રાહ જોઈ રહ્યો છે. તફાદઝાદા સિગાએ પણ આ પહેલા ફક્ત ટેસ્ટ જ રમી છે. ઝિમ્બાબ્વેની વ્હાઇટ-બોલ ટીમમાં પહેલીવાર તેની પસંદગી છે.

ભારત સામે ઝિમ્બાબ્વેની T20 ટીમ

સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રેયાન બર્લ, તનાકા ચિવાંગા, બેન કરન, બ્રાડ ઇવાન્સ, વેસ્લી માધવેરે, તદીવંશે મારુમાની, વેલિંગ્ટન મસ્કાજદા, બ્લેસિંગ મુઝારાબાની, ડિયાન માયર્સ, રિચાર્ડ નગારવા, ન્યુમેન ન્યામુરી, તફાડ્ઝવા સિગા અને મિલ્ટન શુમ્બા.

ભારત-ઝિમ્બાબ્વે T20 શ્રેણીનું શેડ્યૂલ

ભારત અને ઝિમ્બાબ્વે 23 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની T20I શ્રેણી રમશે. બાકીની બે T20I મેચ 25 અને 26 જુલાઈના રોજ રમાશે. ત્રણેય T20I મેચ હરારે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

Breaking News: ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, BCCIના ફિટનેસ મેનેજમેન્ટ પર ઊભા થયા સવાલ

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">