
આઈપીએલ 2026ના પ્લેઓફની લાઈન-અપ તો નક્કી થઈ ચૂકી છે. પરંતુ આ વચ્ચે યુવરાજ સિંહ અલગ જ મુડમાં જોવા મળી રહ્યા છે. આઈપીએલના 3 ખેલાડીઓ પર ગુસ્સે થયો છે. તેને ચપ્પલ મારવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે, યુવરાજ સિંહે એ ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર કરી છે.
યુવરાજ સિંહે જે 3 ખેલાડીઓ પર રૌફ દેખાડ્યો છે. તેની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. તેમાંથી એક તેનો શિષ્ય અને બાકી 2 ટ્રેનિંગ લીધી તો નથી પરંતુ તેનું યુવરાજ સિંહ સાથે પંજાબ વાળું કનેક્શન જરુર છે. યુવરાજ સિંહે પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રારને ચપ્પલ મારવાની વાત કરી છે.
પ્રિયાંશ આર્યા, અર્શદીપ સિંહ અને હરપ્રીત બ્રાર આ 3 ખેલાડીઓ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનો ભાગ હતો. જેને ફરી એક વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડ્યું છે. આઈપીએલમાં પંજાબ કિંગ્સ એકમાત્ર એવી ટીમ છે. જેમણે અત્યારસુધી પ્લેઓફમાં સ્થાન બનાવ્યું નથી.
હવે સવાલ છે કે, યુવરાજ સિંહે 3 ખેલાડીઓને ચપ્પલ મારવાની વાત કરી. આવું ત્યારે થયું હતુ. જ્યારે હરપ્રીત બ્રારે ફોટો શેર કર્યો છે. જેમાં પ્રિયાંશ આર્યા અને અર્શદીપ સિંહ પણ હતો. હરપ્રીતે ફોટોમાં પ્રિયાંશને સ્લોગર અને અર્શદીપ ને બ્લોગર બતાવ્યો છે. યુવરાજ સિંહે તેના આ ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે, તમને બધાને ચપ્પલ મારવાનો ટાઈમ આવી ગયો છે.
IPL 2026ના પ્લઓફમાં આ 3 ખેલાડીઓની ટીમ પહોંચી શકી નથી. પરંતુ તેનું પ્રદર્શનની વાત કરીએ તો માત્ર પ્રિયાંશ આર્યાનું પ્રદર્શન ઠીક ઠાક લાગ્યું છે. પ્રિયાંશ આર્યાએ આઈપીએલ 2026ની 13 મેચમાં 364 રન 211ની વધારે સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. અર્શદીપ સિંહે 14 મેચમાં 541 રન આપી 14 વિકેટ લીધી છે. જ્યારે હરપ્રીત બ્રારને 2 મેચ રમવાની તક મળી છે. જેમાં તેમણે 2 વિકેટ લીધી છે.