AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Retirement: સાક્ષીએ પતિ ધોનીની નિવૃત્તિ પર એક ખાસ ફોટો પોસ્ટ કર્યો, લખ્યો ઈમોશનલ મેસેજ

મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દીનો અંત આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હવે તેને મેન્ટરની ભૂમિકા સોંપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો શેર કરીને ભાવુક સંદેશ લખ્યો છે. તેણે માહીના અત્યાર સુધીના સફર માટે ગર્વ વ્યક્ત કરવાની સાથે ચાહકોનો પણ આભાર માન્યો છે.

MS Dhoni Retirement: સાક્ષીએ પતિ ધોનીની નિવૃત્તિ પર એક ખાસ ફોટો પોસ્ટ કર્યો, લખ્યો ઈમોશનલ મેસેજ
ms dhoni & sakshiImage Credit source: X
| Updated on: Nov 17, 2026 | 8:56 PM
Share

મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દીનો અંત આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હવે તેને મેન્ટરની ભૂમિકા સોંપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક ખાસ ફોટો શેર કરીને ભાવુક સંદેશ લખ્યો છે. તેણે માહીના અત્યાર સુધીના સફર માટે ગર્વ વ્યક્ત કરવાની સાથે ચાહકોનો પણ આભાર માન્યો છે.

ધોનીની નિવૃત્તિ પર પત્નીની ખાસ પોસ્ટ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી એમએસ ધોનીએ હવે IPLને પણ અલવિદા કહી દીધું છે. તે હવે IPLના મેદાન પર જોવા મળશે નહીં. 17 નવેમ્બરના રોજ બપોરે ચેન્નાઈ સુપર કિંગ્સે એક પોસ્ટમાં જાહેરાત કરી કે ધોની હવે IPLમાં મેન્ટર તરીકે ભાગ લેશે, ચેન્નાઈ સુપર કિંગ્સનું માર્ગદર્શન કરશે. તેની પત્ની સાક્ષી ધોનીએ ધોનીની નિવૃત્તિ પર એક ખાસ પોસ્ટ શેર કરી, જેમાં ધોનીને ટેકો આપનારા દરેકનો આભાર માન્યો હતો. સાક્ષીએ ધોનીનો પર્વતો તરફ જોતો ફોટો પોસ્ટ કર્યો હતો.

ધોનીની નિવૃત્તિ પર સાક્ષીએ શું લખ્યું?

સાક્ષીએ ધોનીની નિવૃત્તિ પર લખ્યું, “જ્યારે કેટલાક પ્રકરણો પૂરા થાય છે ત્યારે જ સુંદર નવા પ્રકરણો શરૂ થાય છે. માહી, આટલા વર્ષોથી તને પ્રેમ કરનારા, ટેકો આપનારા અને તને માનનારા બધાનો, ભલે અમે તેને વ્યક્તિગત રીતે ઓળખતા હોઈએ કે ન હોઈએ. મારા હૃદયના ઊંડાણથી આભાર. તારા પ્રેમ માટે હંમેશા આભારી. નવી શરૂઆત, નવા સાહસો અને ઘણી બધી સુંદર યાદો. તારા પર ગર્વ છે, માહી. હંમેશા.”

ધોનીની શાનદાર IPL કારકિર્દી

ધોનીએ IPLમાં 278 મેચ રમી છે, જેમાં તેણે 38.30 ની સરેરાશથી 5439 રન બનાવ્યા હતા. ધોનીએ IPL કારકિર્દીમાં 24 અડધી સદી ફટકારી હતી. ધોનીએ IPLમાં 264 છગ્ગા ફટકાર્યા હતા.

IPLની એ ટીમ જેને કેપ્ટન ધોની ક્યારેય હરાવી શક્યો નહીં, જાણો તમામ ટીમો સામે કેવો છે ‘થાલા’નો રેકોર્ડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">