Team India : આઈપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ બાદ ભારતીય ખેલાડીઓને જૂન મહિનામાં આરામ મળ્યો છે. જૂન મહિનામાં એશિયા કપ અને વર્લ્ડ કપનું શેડયૂલ જાહેર થવાની પ્રબળ શક્યતાઓ છે. આ બધા વચ્ચે ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનું (India vs West Indies) શેડયૂલ જાહેર થયું છે. આ પ્રવાસમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ટેસ્ટ, વનડે અને ટી20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે.
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરુઆત ટેસ્ટ સિરિઝથી થશે. 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરિઝ શરુ થશે. 3 મેચની વનડે સિરિઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. 1 મહિના સુધી ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ધમાલ મચાવશે. જોકે, આ સિરિઝની મેચોના સમય જાહેર થયા નથી.
આ પણ વાંચો : વોર્નર-સ્મિથ સહિત આ 5 ક્રિકેટરોએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં જીત્યો વર્લ્ડ કપ
🚨 NEWS 🚨
2️⃣ Tests
3️⃣ ODIs
5️⃣ T20IsHere’s the schedule of India’s Tour of West Indies 🔽#TeamIndia | #WIvIND pic.twitter.com/U7qwSBzg84
— BCCI (@BCCI) June 12, 2023
તારીખ | મેચ | સ્થળ |
12-16 જુલાઈ | WI vs IND 1st Test | વિન્ડસર પાર્ક, રોઝો, ડોમિનિકા |
20-24 જુલાઈ | WI vs IND 2nd Test | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
તારીખ | મેચ | સ્થળ |
27 જુલાઈ | WI vs IND 1st ODI | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
29 જુલાઈ | WI vs IND 2nd ODI | કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ |
01 ઓગસ્ટ | WI vs IND 3rd ODI | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
તારીખ | મેચ | સ્થળ |
04 ઓગસ્ટ | WI vs IND 1st T20I | ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદ |
06 ઓગસ્ટ | WI vs IND 2nd T20I | પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના |
08 ઓગસ્ટ | WI vs IND 3rd T20I | પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગયાના |
12 ઓગસ્ટ | WI vs IND 4th T20I | સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા |
13 ઓગસ્ટ | WI vs IND 5th T20I | સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લોડરહિલ, ફ્લોરિડા |
અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. તેમની સ્થાને યુવા ક્રિકેટરોને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ડેબ્યૂ કરી શકે છે.
Published On - 8:49 pm, Mon, 12 June 23