Breaking News : માનવ સુથારની એ ખાસિયત, જે જાડેજા-અક્ષર માટે ખતરો બની

રાજસ્થાનમાંથી આવનાર 23 વર્ષના ડાબા હાથના સ્પિનર માનવ સુથારે અફઘાનિસ્તાન સામે ડેબ્યુ ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં જ 6 વિકેટ લીધી હતી. તેમણે આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો સ્ટાર માનવામાં આવ્યો છે.પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

Breaking News : માનવ સુથારની એ ખાસિયત, જે જાડેજા-અક્ષર માટે ખતરો બની
| Updated on: Jun 09, 2026 | 9:41 AM

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચએ અંદાજમાં પૂર્ણ થઈ હતી. જેની આશા હતી. શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ 3 દિવસની અંદર ઈનિગ્સ અને 300 રનના અંતરથી મેચ જીતી હતી. આ મેચની હાઈલાઈટમાં સ્પિનર માનવ સુથાર રહ્યો હતો. જેમણે ડેબ્યુ કરતા જ પહેલી ઈનિગ્સમાં 6 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રદર્શનથી માનવ સુથારે પોતાની દાવેદારી મજબુત કરી છે પરંતુ અન્ય કેટલાક ખેલાડીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ માટે ખતરો બન્યો છે.

અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાયેલી આ મેચ માટે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલનું સિલેક્શન થયું નથી. જાડેજાને આરામ દેવાની વાત કહેવામાં આવી હતી.અક્ષર પટેલ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેના બદલામાં માનવ સુથાર અને હર્ષ દુબેને સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યા હતા. 23 વર્ષના આ 2 સ્પિનર ઓલરાઉન્ડર ડેબ્યુ કરવાનો દાવેદાર હતો પરંતુ તક મળી સાબિત કર્યું કે, તેની રમત કેવી છે.

6 જૂનના રોજ ટોસ પહેલા જ્યારે માનવ સુથારને તેની ડેબ્યુ કેપ આપવામાં આવી તો સવાલો પણ ઉઠ્યા હતા. કે, હર્ષ દુબેના સ્થાને તેને તક આપવામાં કેમ આવી. આનું એક કારણ દુબેના ફર્સ્ટ ક્લાસમાં માનવ સુથારની તુલનામાં થોડું શાનદાર પ્રદર્શન હતુ. પરંતુ જ્યારે તેમણે ડેબ્યુ કર્યું અને પોતાનું પ્રદર્શન બતાવી લોકોની ચર્ચાને જવાબ આપ્યો હતો.

જાડેજા-અક્ષર પટેલ માટે પડકાર

માનવ સુથારે આ મેચમાં 7 વિકેટ મેળવી અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝમાં રમવાની શકયતાઓને મજબુત કરી છે. આ સાથે રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલના કરિયર પર પણ સવાલો ઉભા કર્યા છે. ટીમના સીનિયર અને સૌથી અનુભવી સ્પિનર 37 વર્ષના જાડેજા માટે આ સ્પર્ધા હવે આવી છે. શું 89 ટેસ્ટ મેચ રમી ચૂકેલા દિગ્ગજને શ્રીલંકામાં તક મળશે. પરંતુ અક્ષર પટેલ માટે દરવાજા હવે લગભગ બંધ જોવા મળી રહ્યા છે. એવું નથી કે, અક્ષર પટેલનું પ્રદર્શન સારું નથી.15 ટેસ્ટમાં તેમણે 57 વિકેટ લીધી છે. પરંતુ 2021 ડેબ્યુથી લઈ 2023સુધી 12 ટેસ્ટ મેચ રમનાર સ્પિનરે 2024થી અત્યારસુધઈ માત્ર 3 ટેસ્ટ મેચ રમી છે.

પિતા શિક્ષક, પાકિસ્તાનની બોર્ડ પાસે ઘર ભારતીય ટીમમાં ડેબ્યુ કરવા જઈ રહેલા માનવ સુથારનો પરિવાર, જુઓ અહી ક્લિક કરો

 

Follow Us