Breaking News : 5 ICC ટ્રોફી જીતનાર ટીમની હાલત ખરાબ, ODI વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી
ODI World Cup 2027 : વનડે વર્લ્ડકપ 2027 માટે સીધું ક્વોલિફાય કરનારી 8 ટીમોના નામ નક્કી થઈ ગયા છે. પરંતુ તેમાં 5 આઈસીસી ટ્રોફી જીતનારી ટીમ સામેલ નથી. તેમણે હવે ક્વોલિફાય રાઉન્ડમાં રમવું પડશે.

2 વખતની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન, 2 વખતની ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન અને 1 વખત ચેમ્પિયન ટ્રોફી જીતનારી વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કુલ 5 આઈસીસી ટ્રોફી પોતાને નામ કરનારી વેસ્ટઈન્ડિઝની ટીમને સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની મેજબાનીમાં થનારા 2027 વનડે વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફિકેશનની ટિકિટ મળી નથી. આ સતત બીજી તક હતી. જ્યારે વેસ્ટઈન્ડિઝ સીધું ક્વોલિફિકેશનથી ચૂકી હતી.
વર્લ્ડકપમાં આ ટીમોનું સ્થાન પાક્કું
ICCના નિયમો અનુસાર, 30 સપ્ટેમ્બરની કટ-ઓફ તારીખ સુધીમાં ICC ODI રેન્કિંગમાં ટોચના આઠમાં સ્થાન મેળવનારી ટીમોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળતો હતો. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે તેઓએ યજમાન ટીમના પ્રવાસ દરમિયાન પહેલાથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું હતું. હવે, આયર્લેન્ડ પર શાનદાર વિજય સાથે, અફઘાનિસ્તાને પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. અફઘાનિસ્તાન હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે મુખ્ય ટુર્નામેન્ટ માટે સીધી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે.
2 મેચ જીત્યા પછી પણ બહાર વેસ્ટઈન્ડિઝ
આઈસીસી વનડે રેકિંગમાં 10માં સ્થાન પર રહેલી વેસ્ટઈન્ડિઝ પાસે કટ ઓફ તારીખ પહેલા ભારત વિરુદ્ધ 2 વનડે મેચ રમવાની તક હતી. પરંતુ કેરેબિયાઈ ટીમ આ બંને મેચ જીતી પણ લે છે. તો પણ તેની રેકિંગ ટોપ 8માં આવવા માટે પુરતી નથી. તેનો મતલબ એ છે કે, વેસ્ટઈન્ડિઝને 2027ના વર્લ્ડકપમાં સ્થાન મેળવવા માટે આવતા વર્ષે ફ્રેબુઆરીમાં આયોજિત થનારા વર્લ્ડકપ ક્વોલિફાયરના મુશ્કેલ રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે
વેસ્ટઈન્ડિઝની ટીમ 2023 વનડે વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફાય કરી શકી નથી. ક્વોલિફાયર મેચ રમવા પર મજબુર થઈ હતી. ત્યારે સુપર સિક્સ સ્ટેજમાં પાંચમા સ્થાને પર રહેવાના કારણે ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઈ હતી. જે તેના ઈતિહાસમાં પહેલી વખત થયું હતુ. આ કારણે 2025ની ચેમ્પિયન ટ્રોફીનો પણ ભાગ બની શકી ન હતી. ફેબ્રુઆરી 2027માં રમાનાર ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. આઈસીસી વનડે રેકિંગમાં સૌથી નીચે રહેનારી 2 કુલ મેમ્બર દેશ વેસ્ટઈન્ડિઝ અને આયરલેન્ડ આમાં સામેલ થશે. તો ક્રિકેટ વર્લ્ડકપ લીગ -2ની ટોપ 4 ટીમ અને વર્લ્ડકપ ક્વોલિફાયર પ્લે ઓફથી આવનારી ટોપ 4 ટીમો આનો ભાગ બનશે.
