AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સૌરવ ગાંગુલી પત્ની ડોના સહિત આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી

સૌરવ ગાંગુલીને તેના ક્રિકેટ કરિયર દરમિયાન અનેક વખત અંડરવર્લ્ડ ડોન તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી હતી. જેના કારણે તેમણે ખુબ લાંબા સમય સુધી સરકાર અને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

Breaking News  : સૌરવ ગાંગુલી પત્ની ડોના સહિત આખા પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી મળી
| Updated on: Aug 11, 2026 | 8:13 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જેની દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને મળેલી જાનથી મારી નાંખવાની ધમકી વિશે જણાવ્યું હતુ. સોમવાર 10 ઓગસ્ટના કોલકત્તામાં સૌરવ ગાંગુલીની ઓફિસમાં ચીઠ્ઠીઓ આવી હતી. જેમાં તેમણે તેની પત્ની ડોનાની હત્યાની ધમકી આપવામાં આવી હતી. ગાંગુલીએ તરત પોલીસને આ વાતની જાણકારી આપી હતી. અનેક લેટર પણ મળી ચૂક્યા છે.

6 મહિનાથી મળી રહી છે ધમકીઓ

કોલકાતા પોલીસે સોમવારના રોજ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ ગંભીર મામલાની તપાસ શરુ કરવામાં આવી છે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, વર્તમાનમાં સાઉથ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં સૌરવ ગાંગુલી દ્વારા એક લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આ ઘટના વિશે કહ્યું હતુ. છેલ્લા કેટલાક મહિનાથી આ મામલો ચાલી રહ્યો હતો. પરંતુ સોમવારે આવેલા નવા લેટર પછી સૌરવ ગાંગુલીએ પોલીસની મદદ લીધી હતી.

બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામ પર છેલ્લા 6 મહિનામાં એવી ધમકીઓ ભરી ચીઠ્ઠી આવી રહી હતી. જેની શરુઆતમાં વધારે ગંભીરતા લેવામાં આવી નહી.સોમવારે, ગાંગુલીને તેમની ઓફિસમાંથી બે પત્રો પણ મળ્યા. જેમાં સૌરવ અને તેમની પત્ની ડોનાને જાનથી મારી નાખવાની ધમકીઓ અને ગાંગુલી પરિવારના નજીકના લોકોને નુકસાન પહોંચાડવાની ધમકીઓનો સમાવેશ થાય છે.

અનેક વખત મળી ચૂકી છે ધમકીઓ

ગાંગુલીને આવી ધમકીઓ મળવાની આ કોઈ નવી વાત નથી. તેના ક્રિકેટ કરિયરના દિવસમાં બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષને આવી ધમકીઓ મળતી રહી છે. 2000 શરુઆતના વર્ષોમાં જ્યારે તે ટીમનો કેપ્ટન હતો. તે સમયે ગાંગુલીને ધમકીઓ મળી હતી. ત્યારે અંડરવર્લ્ડ અને આતંકી સંગઠનોએ ગાંગુલી અને સચિન તેડુલકરને નિશાને બનાવ્યા હતા. જેને લઈ લાંબા સમય સુધી સરકાર દ્વારા ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, સૌરવ ગાંગુલી ટુંક સમયમાં રિયાલિટી શો બિગ બોસ બાંગ્લાને હોસ્ટ કરતા જોવા મળશે. જેને લઈ ક્રિકેટ ચાહકો પણ આતુર છે.

ક્રિકેટના દાદા કહેવાતા સૌરવ ગાંગુલીનો આજે છે જન્મદિવસ , બંન્ને ભાઈ રમી ચૂક્યા છે ક્રિકેટ આવો છે પરિવાર  અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
g clip-path="url(#clip0_868_265)">