Breaking News : વલસાડના હેનિલ પટેલે U19 World Cupમાં 5 વિકેટ લીધી, ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું

અંડર 19 વનડે વર્લ્ડ કપની શરૂઆત ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. યુએસએ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. વલસાડના હેનિલ પટેલે અમેરિકા સામે અંડર 19 વર્લ્ડકપ 2026માં 5 વિકેટ લીધી છે, હેનીલ પટેલ કોણ છે?જાણો

Breaking News : વલસાડના હેનિલ પટેલે U19 World Cupમાં 5 વિકેટ લીધી, ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું
| Updated on: Jan 15, 2026 | 4:24 PM

અંડર-19 વર્લ્ડ કપ 2026 જીતના ઈરાદા સાથે ભારતની અંડર 19 ટીમ મેદાનમાં ઉતરી છે.આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. જ્યારે યુએસએની ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં આવી હતી.જાણો કોણ છે હેનિલ પટેલ, જેણે યુએસએના બેટ્સમેનોને પરસેવો પાડી દીધો.અંડર-19 વર્લ્ડ કપ 2026માં અમેરિકાને ભારત સામે પહેલો ઝટકો વલસાડના હેનિલ પટેલે આપ્યો હતો.

વલસાડના હેનિલે 5 વિકેટ લીધી

અમેરિકાની આ વિકેટ અમરિન્દર ગિલના રૂપમાં પડી, જેને હેનિલ પટેલે આઉટ કર્યો. ગિલ ફક્ત 1 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ યુએસએ તરફથી હેનિલ પટેલે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે પહેલા ઉત્કર્ષ શ્રીવાસ્તવને બોલ્ડ કર્યો અને પછી અર્જુન મહેશને આઉટ કર્યો. આ સમયે યુએસએ 35 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ અમેરિકા સામે વલસાડના હેનિલે 5 વિકેટ લીધી હતી.

હેનિલ પટેલે 1 મેડન ઓવર નાંખી

ઓવર- 7

રન- 16

વિકેટ- 5

હેનિલ પટેલનું ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું

તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ અંડર 19 ટીમની પ્રબળદાવેદાર માનવામાં આવી રહી છે. હેનિલ પટેલે એકલા હાથે અમેરિકાની અડધી ટીમને પેવેલિયન પરત કરી હતી. વલસાડના હેનિલ પટેલે 1,2 નહી પરંતુ 5 વિકેટ લીધી હતી.અમેરિકાની ટીમ 107 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી હેનિલ પટેલે ઓપનિંગ બેટિંગ કરી હતી, તેમણે 7 ઓવરમાં 16 રન આપીને 5 વિકેટ લીધી હતી. વૈભવ સૂર્યવંશીએ અમેરિકાને છેલ્લો ઝટકો આપ્યો હતો. હેનિલ પટેલનું પ્રદર્શન જોઈ કહી શકાય કે,હેનિલ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન પાક્કું છે.

સ્વિંગ સ્ટાર હેનીલ પટેલ કોણ છે?

ગુજરાતના 18 વર્ષના હેનિલ પટેલ ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર છે. તે તેની સટીક લાઇન અને લેન્થ અને બોલને બંને તરફ સ્વિંગ કરવાની ક્ષમતા માટે જાણીતો છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ એક અદભુત ખેલાડી રહ્યો છે, તેણે યુથ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયા સામેની ODI સીરિઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ કપ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.

હેનિલે ગુજરાત માટે સ્થાનિક સ્તરે સતત સારું પ્રદર્શન કર્યું છે. તેની મુખ્ય બોલથી વિકેટ લેવાની તેની ક્ષમતા છે, જે તેણે આજની મેચમાં દર્શાવી હતી. તે ઘણીવાર તેના આઉટસ્વિંગર્સથી બેટ્સમેનોને ફસાવે છે.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Published On - 4:22 pm, Thu, 15 January 26