
વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026ની ફાઈનલ પછી એક ઈન્ટરવ્યું રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડરને આપ્યું છે. ડાબા હાથના આ યુવા ઓપનરે જણાવ્યું કે, તે માત્ર રમવા આવ્યો નથી પરંતુ આગામી 2 દશક સુધી ડોમિનેટ કરવા આવ્યો છે. વિરાટ કોહલીની સાથે આઈપીએલ 2026ની ફાઈનલ પછીની મુલાકાતનો પણ ઉલ્લેખ આ વીડિયોમાં કર્યો છે. તેમણે કહ્યું વિરાટ કોહલીએ મારા ખભા પર હાથ રાખ્યો ત્યારે એવું લાગતું હતુ કે, જાણે હું સપનું જોઈ રહ્યો છું. આઈપીએલમાં અનેક મોટા એવોર્ડ પોતાને નામ કર્યા હતા.
હવે તેમણે ભારતની ટી20 ટીમમાં પસંદગી થઈ છે. વૈભવ સૂર્યવંશી આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ સિવાય એશિયન ગેમ્સમાં પણ રમશે.
રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ટીમના મેનેજર રોમી ભિંડર વૈભવ સૂર્યવંશીને પુછે છે કે, કેવું રહી આઈપીએલ 2026ની સીઝન શું તે ખુશ છે? આના પર વૈભવ સૂર્યવંશી જવાબ આપે છે કે, છેલ્લી મેચમાં અમે જલ્દી વિકેટ ગુમાવી ન હોત તો અમે આઈપીએલની ફાઈનલ બેસીને નહી પરંતુ ફાઈનલમાં રમ્યા હોત.જીત્યા પછી તમામ રેકોર્ડ એવોર્ડ મળે તો સારું લાગ્યું હોત. વૈભવ સૂર્યવંશીએ આગળ કહ્યું લોકો પુછે છે કે, સેકન્ડ ટ્રોફી ક્યારે આવશે. આશા છે કે, માત્ર બીજી ટ્રોફી નહી પરંતુ આવનાર વર્ષોમાં 2,3,4,5 ટ્રોફી જીતીશું.
Inside Royals: The Vaibhav Sooryavanshi Interview. Tomorrow morning, 11 AM pic.twitter.com/K5Qtvj4Eo2
— Rajasthan Royals (@rajasthanroyals) June 6, 2026
વૈભવ સૂર્યવંશીએ રેડ બોલ ક્રિકેટને લઈ કહ્યું મારે રેડ બોલથી રમવું છે. રેડ બોલથી રમવાનું પસંદ કરું છએ. હું રેડ બોલથી પ્રેક્ટિસ પણ કરું છું. મારું સપનું તો ત્રણેય ફોર્મેટમાં રમવાનું છે. એવું રમવું છે કે, 10 વર્ષ, 20 વર્ષ પ્રભુત્વ જમાવી શકું. ઓરેન્જ કેપને લઈ વૈભવ સૂર્યવંશીએ કહ્યું મારું સપનું હતુ કે, હું ઓરેન્જ કેપને નજીકથી જોવ, મે ટૂર્નામેન્ટ દરમિયાન આ વિશે વિચાર્યું ન હતુ. કારણ કે, નજર લાગી જાય છે.
Published On - 10:09 am, Sun, 7 June 26