
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ભારે તબાહી મચાવી હતી. આ 15 વર્ષીય બેટ્સમેને UAE સામે માત્ર 53 બોલમાં 204 રન બનાવીને ભારત A ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો. UAEએ 50 ઓવરમાં 249 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારત A ટીમે માત્ર 14.2 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. આ એક વિશ્વ રેકોર્ડ છે. લિસ્ટ A ક્રિકેટમાં પહેલીવાર કોઈ ટીમે આટલા ઓછા બોલમાં 200 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ઈન્ડિયા A ટીમે 2003માં લાહોરમાં પેટ્રોન્સ કપમાં 20 ઓવરમાં 200 થી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ UAEના બોલરોની જોરદાર ધુલાઈ કરી અને સૌથી ઝડપી સદી, 150 અને બેવડી સદી ફટકારી. 15 વર્ષના આ ખેલાડીએ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી, જેમાં આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સૂર્યવંશીએ 28 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી છે. વૈભવે ઓસ્ટ્રેલિયાના મેગાર્કનો રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ સૂર્યવંશીએ 40 બોલમાં પોતાની 150 રન પૂરા કર્યા હતા. જે બાદ વૈભવે આગામી 12 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી. તેણે 52 બોલમાં બેવડી સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ ન માત્ર સૌથી ઝડપી લિસ્ટ A સદી ફટકારી, પરંતુ સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. સૂર્યવંશીએ UAE સામે 384.90 ના સ્ટ્રાઇક રેટથી 204 રન બનાવ્યા હતા અને એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ડી વિલિયર્સે 2015માં 44 બોલમાં 338.63 ના સ્ટ્રાઇક રેટ સાથે 149 રન બનાવ્યા હતા.
ઇન્ડિયા A ની ઇનિંગમાં કુલ 31 છગ્ગા હતા, જે લિસ્ટ A ODI માં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મામલે બીજા ક્રમે છે. અગાઉનો સૌથી મોટો સ્કોર 2025 માં બિહાર દ્વારા અરુણાચલ પ્રદેશ સામે 38 છગ્ગાનો હતો. સૂર્યવંશીએ તે મેચમાં પણ 15 છગ્ગા ફટકાર્યા હતા.
Published On - 7:39 pm, Tue, 24 November 26