
દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશી માત્ર મોટી ઈનિગ્સ રમતા જોવા મળ્યો નથી. પરંતુ રેકોર્ડ તોડવાનું પણ શરુ કરી દીધું છે. સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ સેમિફાઈનલમાં ઈર્સ્ટ ઝોન માટે પેહલી ઈનિગ્સ રમતા વૈભવ સૂર્યવંશીએ 57 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. વૈભવ સૂર્યવંશી લક્ષ્મણ પર ભારે પડ્યો છે. લક્ષ્મણ સિંહે 1969માં બનાવેલો રેકોર્ડને વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં પોતાની ઈનિગ્સ દરમિયાન 42 બોલમાં તોડ્યો છે.
હવે તમે વિચારતા હશો કે, લક્ષ્મણ સિંહ 57 વર્ષ પહેલા 1969માં બનાવેલો આ રેકોર્ડ શું છે. જેનાથી વૈભવ સૂર્યવંશીએ વર્ષ 2026માં તોડ્યો છે. આનો જવાબ દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી ઓછી ઉંમરના બેટ્સમેન સાથે જોડાયેલ છે. વૈભવ સૂર્યવંશી હવે દુલીપ ટ્રોફીના ઈતિહાસમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર સૌથી ઓછી ઉંમરનો બેટ્સમેન બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફી 2026 ની સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે 81 બોલમાં 92 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન, તેણે 42મા બોલ પર છગ્ગા મારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ સાથે, તેણે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો અને દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બન્યો. 1969માં, લક્ષ્મણ સિંહે 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારી હતી. તે આવું કરનાર સૌથી નાની ઉંમરનો ભારતીય બન્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઈનલમાં 81બોલ પર 92 રન બનાવ્યા હતા. પરંતુ આ બધું કરતા તેમણે અભિમન્યુ ઈશ્વરનની સાથે પાર્ટનરશીપ પણ કરી હતી. જેમણે ઈર્સ્ટ ઝોનને મજબુત સ્થિતિમાં રાખ્યું હતુ. વૈભવ સૂર્યવંશી અને અભિમન્યુ ઈશ્વરનની ઓપનિંગ વિકેટ માટે 161 રનનો સ્કોર બોર્ડમાં કર્યો હતો. આ દરમિયાન બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.
દુલીપ ટ્રોફીની સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેમના માટે અડધી સદી ખુબ ખાસ રહી હતી, કારણ કે,તેની સ્ક્રિપ્ટ જીવનદાનનો ફાયદો ઉઠાવી લખી હતી. આ સાથે આ દુલીપ ટ્રોફીમાં તેની પહેલી અડધી સદી છે.
Published On - 12:32 pm, Mon, 31 August 26