Breaking News Under 19 Asia Cup 2026 સેમિફાઈનલની 4 ટીમ નક્કી થઈ, જાણો ભારતીય ટીમ કોની સાથે ક્યારે મેચ રમશે

India Under-19 Cricket Team : ACC મેન્સ અંડર-19 એશિયા કપ હાલમાં ચાલી રહ્યો છે. લીગ સ્ટેજની બધી મેચો પૂર્ણ થઈ ગઈ છે. ચાર ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ. ભારતીય ટીમ કોની સાથે રમશે જાણો

Breaking News Under 19 Asia Cup 2026 સેમિફાઈનલની 4 ટીમ નક્કી થઈ, જાણો ભારતીય ટીમ કોની સાથે ક્યારે મેચ રમશે
| Updated on: Nov 11, 2026 | 9:41 AM

ઓમાનના મસ્કટમાં ચાલી રહેલી અંડર 19 એશિયા કપ 2026ની ચાર સેમિફાઈનલ ટીમ પાક્કી થઈ ચૂકી છે. 8 ટીમના આ ટૂર્નામેન્ટમાં 4 ટીમની ગ્રુપ સ્ટેજ પછી વિદાય થઈ છે. તો બંને ગ્રુપની ટોપ 2 ટીમોએ સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ગ્રુપ એમાં પાકિસ્તાન અને ભારત ગ્રુપ બીમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાને સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે.

ગ્રુપ સ્ટેજનું પણ અંત થયો છે.ગ્રુપ સ્ટેજ પછી ગ્રુપએમાં પાકિસ્તાનની ટીમ નંબર 1 પર છે. તો ગ્રુપ બીમાં પોતાની ત્રણેય મેચ જીતી અફઘાનિસ્તાનની અંડર 19 ટીમ ટોપ પર રહી હતી. ભારત ગ્રુપએમાં બીજા સ્થાને છે. તો બાંગ્લાદેશ ગ્રુપ બીમાં બીજા સ્થાન પર છે. ખાસ વાત એ હતી કે, શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવી શકે નહી. તે પોતાની 3 મેચ હારી હતી.

અંડર 19 એશિયા કપ 2026ની સેમિફાઈનલ મેચનું આખું શેડ્યુલ

પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ, મિનિસ્ટ્રી ટર્ફ 2માં 12 નવેમ્બરના રોજ સવારે સાડા દસ કલાકે રમાશે.

બીજી સેમિફાઈનલ મેચ ભારત અને અફઘાનિસ્તાન સામે અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ મિનિસ્ટ્રી ટર્ફ 1માં 12 નવેમ્બરના સવારે સાડા દસ કલાકે રમાશે.

 

 

 

ચાહકો ક્યાં લાઈવ મચે જોઈ શકશે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનાર અંડર 19 એશિયા કપ 2026ની સેમિફાઈનલ મેચને ચાહકો સોની સ્પોર્ટસ પર લાઈવ જોઈ શકે છે. તેમજ ઓટીટી પર સોની સિવ એપ અને વેબસાઈટ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. તેમજ અંડર 19 એશિયા કપ 2026 સહિત ક્રિકેટના તમામ સમાચાર તમે ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે.

Under 19 Asia Cup 2026 ભારતીય ટીમ, લક્ષ્ય રાજેશ રાયચંદાની , આર્યવીર સહેવાગ, વીકે વિનીત, યશવર્ધન ચૌહાણ, અર્જુન રાજપુત, અન્વય દ્રવિડ, મનલ ચૌહાણ, યશવીર ગૌડ, કાવ્યા પટેલ, મોહિત ઉલ્વા, ઈશાન સુદ,કુશાગ્ર ઓઝા, રજત બધેલ, શવિન વિનોદ, આર્યન સવસાની.

Anirudh-kavya maran marriage : કાવ્યા મારન-અનિરુદ્ધ રવિચંદરના લગ્નની તૈયારીઓ શરૂ,સેલિબ્રિટી ગ્રીસ જવા રવાના થયા અહી ક્લિક કરો

Published On - 9:35 am, Wed, 11 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.