Breaking News : મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવી મોંઘી પડી, BCCIએ ખેલાડીને દંડ ફટકાર્યો

જાણકારી મુજબ ઓલરાઉન્ડરની ઓળખ સાર્વજનિક કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, એસીએસયુએ ઉલ્લંધનના રિપોર્ટ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનને આપી છે. જે ટીએનપીએલનું આયોજન કરે છે.

Breaking News : મેચ દરમિયાન ગર્લફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવી મોંઘી પડી, BCCIએ ખેલાડીને દંડ ફટકાર્યો
| Updated on: Aug 15, 2026 | 8:45 AM

BCCI ની ACSU સમિતિએ તમિલનાડુના એક યુવા ક્રિકેટર સામે કડક કાર્યવાહી કરી છે. તમિલનાડુ પ્રીમિયર લીગ મેચ દરમિયાન, ખેલાડીએ પ્લેયર અને મેચ ઓફિસર્સ એરિયાના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેના પરિણામે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, તે મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો હતો, જે PMOA નિયમોનું ઉલ્લંઘન હતું. શરૂઆતમાં, ખેલાડી પર બે વર્ષનો પ્રતિબંધ હતો, પરંતુ બાદમાં નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો.

મેચ દરમિયાન કર્યું નિયમોનું ઉલ્લંધન

પીટીઆઈના TNCAના સીનિયર અધિકારીએ જણાવ્યું કે,TNCA હજુ ખેલાડીનું નામ બતાવશે નહી. કારણ કે, હજુ તપાસ ચાલી રહી છે. આ ખેલાડીએ તમિલનાડુ માટે છેલ્લી સીઝનમાં 2 અડધી સદી ફટકારી હતી. તે એક મેચ દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ કરતા પકડાયો હતો. તેના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કોઈ આરોપ લાગ્યો નથી. પરંતુ મેચ દરમિયાન પીએમઓએમાં મોબાઈનલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. આ કારણે નિયમોનું ઉલ્લંધન થયું છે.

2 વર્ષનો લાગ્યો પ્રતિબંધ!

બીસીસીઆઈની એન્ટી કરપ્શન એન્ડ સિક્યોરિટી યુનિટએ મામલાની તપાસ કર્યા પછી ક્રિકેટર પર 1 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 26 વર્ષના આ ક્રિકેટરને પહેલા 2 વર્ષ માટે પ્રતિબંધ કરવાની વાત સામે આવી હતી પરંતુ ત્યારપછી ફરી આ વાત પર ચર્ચા થઈ હતી. કે ઉલ્લંધન એટલું મોટું નથી. આ કારણે 1 લાખ રુપિયાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પીએમઓએ સાથે જોડાયેલા નિયમ ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો.

જ્યારે રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કરતા પકડાયો હતો. ટીએનપીએલના આ 26 વર્ષના ખેલાડીને 2 વર્ષ માટે પ્રતિંબંધથી બચાવવામાં આવ્યો તે એક સારી વાત છે.

નોંધનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની છેલ્લી સીઝન દરમિયાન, રાજસ્થાન રોયલ્સના મેનેજર અને વૈભવ સૂર્યવંશીના ફ્રેન્ચાઇઝના ગાર્ડિયન રોમી ભિંડરને પણ મેચ દરમિયાન ટીમના ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા બદલ 100,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો, જેના કારણે BCCI એ તેમની સામે કાર્યવાહી કરી હતી.

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે? નોંધી લો, નહીંતર તમે મેચ ચૂકી શકો છો અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.