
આઈસીસી અંડર 19 વનડે વર્લ્ડકપ 2026 બે આફ્રિકી દેશો, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં 15 જાન્યુઆરીથી શરુ થઈ રહ્યો છે. ફાઈનલ 6 ફેબ્રુઆરીના રોજ રમાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મેદાનમાં આ ટૂર્નામેન્ટ ખુબ જ ખાસ છે.અહી થી અનેક ખેલાડીઓ આગળ જઈ વિશ્વ ક્રિકેટના મોટા સ્ટાર ક્રિકેટર બને છે.ભારત આ ટૂર્નામેન્ટની દિગ્ગજ ટીમ છે. ભારતે સૌથી વધારે 5 વખત આ ખિતાબ જીત્યો છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 4 વખત, પાકિસ્તાન 2 વખત, વેસ્ટઈન્ડિઝ , સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની ટીમ એક એક વખત ચેમ્પિયન રહી છે. ગત્ત સીઝનમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ખિતાબ જીત્યો હતો.
2000, 2008, 2012, 2018 અને 2022માં ખિતાબ જીતનાર ટીમ ઈન્ડિયા ફરી એકવાર મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. 2024ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારનો બદલો લેવાની પણ આ એક સારી તક છે.
અંડર 19માં ભારતીય ટીમ કુલ 9 વખત ફાઈનલમાં પહોંચી છે. અત્યારસુધી 5 વખત ભારતીય ટીમના કેપ્ટન ટીમને અંડર 19નો ખિતાબ જીતાડવામાં સફળ રહ્યા છે.ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે કોઈ સત્તાવાર ઇનામી રકમ આપતું નથી. આ ટુર્નામેન્ટ મુખ્યત્વે યુવા ખેલાડીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, વિજેતા ટીમોના રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ ઘણીવાર તેમના ખેલાડીઓને રોકડ પુરસ્કારો આપે છે.
2026ના અંડર 19 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જોઈએ તો.આયુષ મ્હાત્રે, આરએસ અમ્બ્રિશ, કનિષ્ક ચૌહાણ, ડી દીપેશ, મોહમ્મદ એનાન, એરોન જૉર્જ, અભિગ્યાન કુંડૂ,કિશન કુમાર સિંહ, વિહાન મલ્હોત્રા,ઉદ્ધવ મોહન, હેનિલ પટેલ,ખિલાન એ પટેલ,હર્વૈશ સિંહ,વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી